ક્રાઈમ બ્રાન્ચએ દરોડો પાડી પાંચ મહિલાની ધરપકડ,30 હજાર નો મુદ્દામાલ કબજે કર્યો
Rajkot,તા.08
શહેરના કોઠારીયા મેઈન રોડ નજીક આવેલ આશાપુરા શેરી નંબર સાતમાં મહિલા સંચાલિત જુગાર ધામ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી સાત મહિલાની ધરપકડ કરી રૂપિયા 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની વધીને દામી દેવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમઆર ગોંડલીયા ના માર્ગદર્શક સ્થળ પીએસઆઇ એએસ ગરચર સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે કોઠારીયા મેઇન રોડ નજીક આશાપુરા નગર શેરી નંબર સાતમાં રહેતા લીલાબેન ડાયાભાઈ નામની મહિલા મકાનમાં જુગાર રમાડતા હોવાની ચેતનભાઇ ચાવડા , ચેતનસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ ચાવડાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતી લીલાબેન રોકડ, નયનાબા સરવૈયા, પૂજાબેન નવીન ધામેલીયા, કૈલાશબેન સુરેશભાઈ રોજાસરા અને ભક્તિબેન જયંતીભાઈ રાજગોર ની ધરપકડ કરી જુગારના પટમાંથી ₹30,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે