કેવડાવાદી, આકાશદીપ સોસાયટી, શક્તિ સોસાયટી, શીતલ પાર્ક અને નવાગામ મળી રૂ ૧.૦૩ લાખનો મુદ્દામાલ કબ્જે
Rajkot,તા.08
શહેર પોલીસે બુટલેગરો પર ધોંસ બોલાવી, કેવડાવાડીમાં , નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં , કુવાડવા ગામે અને શીતલ પાર્ક નજીક વિદેશી દારૂના દરોડા પાડી,વિદેશી દારૂની ૨૩૭ બોટલ અને ૨૪ બિયર ના ટીન મળી રૂ.૧.૦૩ લાખાના મુદ્દામાલ સાથે ચાર બુટલેગરોને ઝડપી લીધા છે.બનાવવાની પ્રાપ્ત વિગત મુજબ શહેરના કેવડાવાડી શેરી નંબર ૪/ ૨૨ માં રહેતો છત્રસિંહ પથુભા ઝાલા નામનો શખ્સે તેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની ક્રાઈમ બ્રાન્ચ ને મળેલી બાતમીના આધારે ટીમે મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની ૧૧૫ બોટલ અને મોબાઈલ મળી, રૂ ૮૨ હજારના મુદ્દામાલ કબજે કરી છત્રસિંહ ઝાલા નામના બુટલેગરની ધરપકડ કરી છે. ઝડપાયેલો શખ્સ અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં વિદેશી દારૂમાં, જુગારમાં , એ ડિવિઝનમાં જુગારમાં અને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જ્યારે કેવડાવાડી મેઇન રોડ પર આવેલા લલુડી વોકળી નજીકથી વિદેશી દારૂની ૬ બોટલ સાથે, જંગલેશ્વર શેરી નંબર ૨૯માં રહેતો શાહરૂખઈસ્માઈલભાઈ લીંગ ડીયા નામના શખ્સને ક્રાઈમ બ્રાન્ચના હેડકોસ્ટેબલ રાજેશભાઈ જલું અને કોન્સ્ટેબલ અશોકભાઈ ડાંગર સહિતના સ્ટાફે ઝડપી લીધો છે. તેમજ પીસીબની ટીમે દૂધસાગર રોડ આવેલી આકાશદીપ સોસાયટી શેરી નંબર ૧૧માં રહેતો સોહીલ મુસ્તુફા હુસેન કાદરી નામના શખ્સને ૧૨ બોટલ સાથે ઝડપી લીધો છે. ઉપરાત નવાગામ -આણંદ પર આવેલી શક્તિ સોસાયટીમાં રહેતો વિક્રમ મુકેશભાઈ સોલંકી નામના શખ્સને બિયરના આઠ ટીમ સાથે એલસીબી ઝોન 1ના એ.એસ.આઇ મનરૂપગીરી ગૌસ્વામી અને કોસ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાએ ઝડપી લીધો છે. જ્યારે એલસીબી ઝોન 2 એ રૈયા રોડ ઉપર આવેલા શ્રીજી પાર્ક મેઇન રોડ પર રહેતો કનુ નરસંગભાઇ ડાંગર નામના શખ્સને શીતલ પાર્ક નજીક મોચી નગર હોલ પાસેથી વિદેશી દારૂના ૮૦ ચપલા સાથે હેડ કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા અને શક્તિસિંહ ગોહિલ સહિતના સ્ટાફે ધરપકડ કરી છે. જ્યારે કુવાડવા રોડ પોલીસે કુવાડવા ગામે આંબલીવાળી શેરીમાં આવેલા રામજીભાઈ
બાલાભાઈ સોલંકી ના ડેલામાં દરોડો પાડી વિદેશી દારૂની 15 બોટલ અને બિયરના ૧૬ ટીન કબજે કર્યા છે. જ્યારે દરોડા દરમ્યાન રામજી સોલંકી હાજર ન હોય તેની શોધખોળ હાથ ધરી છે.