Junagadh, તા.10
મહંત મહેશગિરી બાપુ બાય ચાર્ટર પ્લેન મારફત કેશોદ એરપોર્ટ પરથી પ્રયાગરાજ ખાતે પહોંચી જયને ત્યાં મહાકુંભમાં તેમણે સ્નાન કયૃે હતું અને તેમના વિરોધીઓને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.
જુનાગઢ ભૂતનાથ મંદિરના મહંત શ્રી મહેશ ગીરીબાપુ કેશોદ એરપોર્ટ થી પ્રયાગરાજ કુંભના મેળામાં સ્નાન કરવા માટે ચાર્ટર પ્લેનમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ગંગામાં ત્રણ ડુબકી લગાવી હતી અને આ તકે તેમણે હરિગીરી અને પ્રતિબંધ લગાવનારની વાત વહેતી કરનારને એક મેસેજ પણ આપ્યો હતો કે મારે અહી આવવું હોય તો મને કોણ રોકી શકે? તો બીજી તરફ મહંત મહેશગિરી અને હરિગીરીની વચ્ચે છેલ્લાં ધણા સમયથી આક્ષેપ અને પ્રતિ આક્ષેપોની લડાઈ ચાલુ છે.
ત્યારે આ બધાની વચ્ચે તેઓ કેશોદ એરપોર્ટ પર આવી અને ચાટેર પ્લેન મારફત પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા માટે પહોંચી ગયા હતા મહેશગિરીને લઇને તેમના વિરોધીઓએ એક એવી વાતને વહેતી કરી હતી કે કુંભમાં સ્નાન કરવા પર તેમના પર અખાડા દ્વારા તેઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આવી વાત કરનારા વિરોધીઓને તેમણે આજે જડબાતોડ જવાબ આપ્યો હતો.
મહેશ ગીરીબાપુ ગઈકાલે કુંભમાં બહિષ્કારનો જડબાતોડ જવાબ આપવા સેવકોની મદદથી ચાર્ટર પ્લેન લઈ અને પ્રયાગ પહોંચ્યા અને મહાકુંભમાં ત્રિવેણીમાં સ્નાન કરી ત્રિવેણીનું પવિત્ર જળ લઈ આવી અને ગિરનાર ઉપર છટકાવ કરશે.
ઇતિહાસ સાક્ષી થવા જઈ રહ્યો છે કે કોઈ સનાતની સાધુ આ રીતના ભવનાથ ક્ષેત્રમાંથી ચાર્ટર પ્લેન લઈ અને કુંભમાં પ્રયાગરાજ પહોંચ્યા હોય અને સનાતન માટે જે લડાઈ લડી રહ્યા છે અને હરીગીરી સામે ખુલ્લી ચેલેન્જ ફેકી અને સનાતન ધર્મના રક્ષણ માટે કંઈ પણ કરી છૂટવા માટે તેઓ તત્પર થયા છે ધન્યવાદ છે.
આ વિરલ સાધુ મહેશગીરી બાપુને તેઓ જે ધર્મ સ્થાનના મહંત છે તે ધર્મની ગરીમાં સુંદરતા એનો વિકાસ એ બધું કરી છૂટવા માટેના તેઓ હીમાયતી છે જેના પ્રત્યેકસ દાખલા રૂપે અત્યારે ભૂતનાથ મંદિર જુઓ કમંડળ કુંડ જોવો દસ શિખર જુઓ કે રાણેશ્ર્વર જુઓ તમને ત્યાં જાવ તો તમને ખરેખર એક સાક્ષાત એશ્વર્યા શક્તિ તું જય ગિરનારીઅનુભવ થાય. આ વિરલ સાધુને કોઈ સાથ દે કે ના દે પણ એ એનું કાર્ય છોડવાના નથી.