Rajkot, તા. 10
મહાપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા ચાલતી રીકવરી ઝુંબેશમાં આજે વધુ બે મિલ્કત સીલ કરવામાં આવી છે. વોર્ડ નં.7ના લાખાજીરાજ રોડ અને નવા નાકા રોડ પર આવેલ એક-એક મિલ્કત સીલ કરાઇ હતી. સોની બજારના પાંચ યુનિટમાંથી રૂા. 1 લાખ, વોર્ડ નં.પના માર્કેટ યાર્ડ પાસે રીકવરી થઇ હતી.
તો યાર્ડ રોડ પર એક નળ કનેકશન કાપવામાં આવ્યું હતું. આજે બપોર સુધીમાં 39 લાખની રીકવરી થઇ હતી તો ચાલુ નાણાકીય વર્ષમાં આજ સુધીની વેરાની આવક રૂા.353.61 કરોડ પર પહોંચ્યાનું વિભાગે જણાવ્યું હતું.