Rajkot, તા.10
ગત તા.4થી રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા ‘કુંભ’ મેળામાં જવા માટે ખાસ પેકેજ સાથેની ‘વોલ્વો’ બસ સેવા શરૂ થઇ છે અને આ બસને વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે ત્યારે રાજકોટ એસટી વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આજ તા.10 સુધીમાં રાજકોટથી કુંભ માટે એસટીની વોલ્વો મારફતે 250 જેટલા મુસાફરો ગયા છે અને હજુ આગામી તા.24 સુધીની બસોનું બુકીંગ ફુલ થઇ ગયું છે.
આ અંગેની એસ.ટી. વિભાગનાં સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ આજે તા.10નાં રોજ 45 મુસાફરો કુંભમાં ગયા હતા.જ્યારે તા.11મીએ 45, 12મીએ 43, તા.13 મીએ-43, તા.14ના રોજ-43, 15મીએ-43, 16મીએ-43 તથા તા.17ના રોજ-43, 18મીએ-43, તા.19ના રોજ-43, તા.20ના રોજ 43, તા.21મીએ 40, તા.22ના રોજ-43, તા.23મીએ-42 અને તા.24ના રોજ-42 મુસાફરો વોલ્વો દ્વારા કુંભમાં જશે. જ્યારે તા.25-2 માટે 6 મુસાફરોએ આજ સુધીમાં બુકીંગ કર્યું છે.