New Delhi,તા.10
ઉબર-ડ્રાઈવરે પોતાની મારૂતિ સેલેરિયોને એક લકઝરી લાઉજ જેવી બનાવી દીધી છે. વાઈ-ફાઈ,પરફયુમ નાસ્તો, પાણીની બોટલ જેવી અધધધ સુવિધા પેસેન્જરને ફી આપીને કસ્ટમર સર્વિસને તેણે નવી વ્યાખ્યા આપી છે.
આમ તો ટેકસીમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જલદી પહોંચવાનું હોય છે. પણ હમણાં ઈન્ટરનેટ પર છવાયેલી દિલ્હીના અબ્દુલ કાદિરની ટેકસી એક ડ્રીમ લકઝરી રાઈડ છે અને એમાં બેઠા પછી જલ્દીથી ઉતરવાનું મન થતું નથી.
આ ટેકસીમાં બેઠેલા એક પેસેન્જરે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર ટેકસીનો ફોટો શેર કરીને લખ્યું છે..આ કેબની ફેસિલિટી ફલાઈટથી પણ સરસ છે. અબ્દુલ પોતાની ટેકસીમાં બેસનાર દરેક પેસેન્જર માટે સફર યુનિક અને યાદગાર બનાવવા કોમ્પ્લીમેન્ટરી સ્નેકસ, પાણીની બોટલ કોલ્ડ ડ્રિન્કસ જરૂરી દવા, ચોકલેટ, વાઈફાઈ પરફયુમ હાથમાં પકડી શકાય એવો પંખો, ટિશ્યુ સેનિટાઈઝર, શુ-પોલિશ છત્રી અને એશ-ટ્રે વગેરે રાખે છે.
એનો કોઈ ચાર્જ લેતો નથી મોટાભાગે તે કોઈ રાઈડ કેન્સલ પર કરતો નથી. ઈન્ટરનેટ પર એક પેસેન્જરે ફોટો પોસ્ટ કર્યો અને એ વાઈફાઈ થયા બાદ અબ્દુલની વાહવાહી થઈ રહી છે.