Morbiતા.10
મોરબી સહીત રાજ્યના તમામ આરટીઓના ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીઓ આજે પોતાની પડતર માંગણીઓને પગલે હડતાલ પર ઉતરી ગયા હતા જોકે અરજદારોને હડતાલ અંગે કોઈ માહિતી ના હોવાથી ઓનલાઈન એપોઈનમેન્ટ લઈને પહોંચ્યા હતા જેથી ધરમનો ધક્કો થયો હતો
મોરબી સહીત ગુજરાતની તમામ આરટીઓ કચેરીમાં ઇન્સ્પેક્ટર કક્ષાના કર્મચારીઓ આજે પોતાની પડતર માંગણીને લઈને હડતાલ પર ઉતર્યા હતા આજે નો વર્કિંગ ડે જાહેર કરવામાં આવ્યો હતો જેથી લોગઇનની કામગીરી બંધ રહી હતી હડતાલમાં 12 ઇન્સ્પેકટર કક્ષાના કર્મચારીઓ જોડાયા હોવાને કારણે અરજદારોને ધરમના ધક્કા ખાવા પડ્યા હતા લાયસન્સ સંબંધિત વિવિધ કામગીરી માટે ઓનલાઈન એપોઇનમેન્ટ લઈને પહોંચેલા અરજદારોને કચેરી પહોંચી ખબર પડી કે સાહેબ આજે હડતાલ પર છે જેથી ધક્કા ખાવાનો વારો આવ્યો હતો તેમજ મંગળવારે માસ સીએલમાં પણ કર્મચારીઓ જોડાશે જેથી મંગળવારે પણ રજાનો માહોલ રહેશે