બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં કાર પાસ કે, પ્રવેશ પાસ વિના વિવિઆઈપી પ્રવેશ દ્વારમાં કાર ઘુસાડી ફોજદારને ઇજા પહોંચાડી તી
Rajkot,તા.10
શહેરમાં બાબા બાગેશ્વર મહારાજનાં કાર્યક્રમમાં કાર પાસ કે, પ્રવેશ પાસ વિના વિવિઆઈપી પ્રવેશ દ્વારમાં કાર ઘુસાડી પીએસઆઇને ઇજા પહોંચાડી ફરજ રૂકાવટ કરવાના કેસમાં મનપાના નિવૃત ટી.પી. શાખાનાં કર્મચારીને કોર્ટે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.
કેસની ટુંકમાં હકિકત રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ગત તા.૦૧/૦૬/૨૦૨૩ નાં રોજ આયોજિત બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર સ્વામીના કાર્યક્રમમાં જુની NCC ચોક પાસેના એન્ટ્રી ગેઇટ પર પીએસઆઇ એમ.બી. જાડેજા આયોજન સમીતીના બાઉન્સરો સાથે બંદોબસ્તમાં ફરજ બજાવતા હતા. ત્યારે કાલાવડ રોડ પર રહેતા મનપાના નિવૃત ટી.પી. શાખાનાં કર્મચારી જગમાલભાઈ વાઘજીભાઈ હેરમા કાર લઈ વિવિઆઈપી ગેઇટમાં પ્રવેશ કરતા ફરજ પરનાં બાઉન્સરે રોકતા મહાનગર પાલિકાનાં અધિકારી હોવાની ઓળખાણ આપી ઓળખ પત્ર કે પ્રવેશ પાસ બતાવેલ નહિ જેથી પીએસઆઇ એમ.બી. તુષાર ડી હર્ષદતુષારજાડેજાએ ગ્રાઉન્ડમાં પાર્કીંગની જગ્યા નહી હોવાથી કાર બહાર પાર્કીંગ કરી અંદર આવવાનું કહેતા જગમાલભાઈ હેરમાએ કાર બેફીકરાઈથી ચલાવી પીએસઆઇ એમ.બી. જાડેજાને પગમાં ઇજા પહોંચાડી કારમાંથી નીચે ઉતરી ઝઘડો કરી “હું મહાનગર પાલીકાનો અધિકારી છું તેથી અમને કોઈ રોકી શકે નહિ ” તેવો રોફ બતાવી ફરીયાદીની ફરજમાં રુકાવટ કરી પરાણે પોતાની કાર લઈ પ્રવેશ કર્યો હતો. જેથી પીએસઆઇ એમ.બી. જાડેજાએ જગમાલભાઈ વાઘજીભાઈ હેરમા વિરૂધ્ધ પ્રધ્યુમનગર પોલીસ મથકમાં ફરજ રૂકાવટનો ગુનો નોંધાવ્યો હતો. જે કેસ ચાર્જશીટ બાદ બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ રાજકોટનાં મ્યુનીસીપાલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ નેહા ટી. કારીયાએ આરોપીને નિર્દોષ ઠરાવી મુક્ત કરતો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી જગમાલભાઈ હેરમાના બચાવ પક્ષે ખ્યાતનામ ધારાશાસ્ત્રી અજયસિંહ એમ. ચૌહાણ, ડેનિશ જે. મહેતા અને તુષાર ભલસોડ રોકાયા હતા.