આજીડેમ ચોકડી પાસે રવિવારી બજારમાંથી મોબાઈલ અને રોકડની ચીલઝડપ કરનાર મહિલાને રંગે હાથે ઝડપી લીધી
કાલાવડ રોડ નજીક નંદનવન સોસાયટીમાં સમડીએ સોનાના ચેન ની કરી ચીલઝડપ
Rajkot,તા.10
શહેરમાં ખાખીનો ખોફ ઓસરતા કથળેલી કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે ત્યારે હત્યા, મારામારી, લૂંટ અને ચોરી સહિતા બનાવો શેર બજારના સેન્સેક્સ ની જેમ ઉછળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં ત્રણ સ્થળોએ ત્રણ ચોરીના બનાવો નોંધાયા છે.જેમાં આજીડેમ ચોકડી પાસે રવિવારી બજારમાં મહિલાની નજર ચૂકવી રૂપિયા 23 હજારના મોબાઈલની ચોરી જ્યારે કાલાવડ રોડ નજીક નંદનવન સોસાયટી પાસે શાકભાજીની ખરીદી કરતી પરણીતાના મોબાઈલની ચીલ ઝડપ અને અમીન માર્ગ પર આવેલ નીલ મોબાઇલ ગેરેજ નામની દુકાનના તાળા તોડી કર્મચારીએ રૂપિયા 1.31 લાખની કિંમતના ચાર મોબાઈલ ચોરી કરી ગયા અંગેની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે. વધુ વિગત મુજબ શહેરના કોઠારીયા રોડ ચારણ વાળી પાછળ ગ્રીન પાર્ક શેરી નંબર છ માં રહેતા નીલ મહેશભાઈ તન્ના નામના વેપારીની જમીન માર્ગ મેન રોડ પર આવેલ નિલ્સ મોબાઈલ ગેરેજ નામની દુકાનના ગત તારીખ 15 ડિસેમ્બર ના રોજ તાળા તોડી પુષ્કરધામ એપાર્ટમેન્ટમાં રહેતો અને કર્મચારી મીત પ્રકાશ શુકલએ રૂપિયા 1.31 લાખની કિંમતના ચાર મોબાઈલ ચોરી કરી ગયા અંગેની માલવિયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મિત બનાવ ના એક મહિના પહેલા મોબાઇલની દુકાનમાં નોકરીએ રહ્યો હતો અને દુકાનની એક ચાવી તેની પાસે રહેતી હતી વેપારી નીલભાઈ તન્ના ને સ્ટોકમાં ચાર મોબાઈલ ઓછા નીકળતા જે અંગે દુકાનના સીસીટીવી ચેક કરતા તારીખ 15 ડિસેમ્બરના રોજ રાત્રિના 11:00 કલાકે દુકાનનું મીત શુકલે તાળું તોડી શતર ખોલી ચાર મોબાઇલ ચોરી કરી ગયાનું ખુલતા બાદ તેનો મોબાઇલ બંધ આવતા વેપારી ની ભાઈ તને મીત શુક્લના પરિવારનો સંપર્ક કર્યો હતો અને તેના વાલી એ મોબાઇલ આપી દેવાની ખાતરી આપી હતી પરંતુ આજ સુધી મોબાઈલ કે રકમ પરત ન આપતા અંતે વેપારી નીલ તન્ના એ કર્મચારી મિત શુક્લ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીની કલમ હેઠળ ગુનો નોંધી છે. જ્યારે રાજકોટ તાલુકાના હડમતીયા ગોલીડા ગામે રહેતા કિંજલબેન નીતિનભાઈ વાઘેલા પોતાના માતા સહિતના પરિવાર સાથે આજીડેમ ચોકડી નજીક રવિવારે બજારમાં ખરીદી કરવા આવ્યા હતા ત્યારે અજાણી મહિલાએ નજર ચૂકવી પર્સમાં કાપો મારી અંદર રહેલ નાના પક્ષમાં રોકડા ₹12,000 અને મોબાઈલ ચોરી કરી અને ફેકી બીપીએલ બાદ જે અંગેની જાણ કિંજલબેન ને થતા તેને મહિલાને રંગ્યા હાથે ઝડપી લઇ આજીડેમ પોલીસ મથકના લઈ જતા જ્યાં અન્ય પ્રભાબેન ભરતભાઈ સાગઠીયા નામની મહિલા આવેલ તેનો બે મોબાઈલ ચોરી કરી ગયા અંગેનું જણાવ્યું હતું પોલીસે સુમન સોલંકી અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો ત્યારે અજાણી મહિલાની શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત કાલાવડ રોડ પર આવેલા સ્વિમિંગ પૂલ ની પાછળ નંદનવન સોસાયટી શેરી નંબર છ માં માતૃછાયા મકાનમાં રહેતા જ્યોતિબા સહદેવસિંહ વાળા નામની પરણીતા પોતાના ઘર નજીક લારીએ શાકભાજી લેવા માટે ઉભેલા હતા ત્યારે બાઈક પર આવેલા શખ્સોએ મહિલાના ગળામાં પેરલ સોનાના ચેન ની ચીલ ઝડપ કરી નાખી ગયા અંગેની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે અજાણી સમડી બેલડી સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લેવા દોડધામ આદરી છે