ભાડે આપેલી દુકાન પાસેનું ટીસી દૂર ખસેડાવી દેવા બાબતે ભાડુત વેપારી વગેરેએ ઝઘડો કરી મારમાર્યો ‘તો
Rajkot,તા.10
કોઠારીયા રોડ વિસ્તારમાં રોડના ચાલતા કામ દરમિયાન ભાડે આપેલી દુકાન પાસેનું પીજીવીસીએલનું ટીસી દૂર ખસેડાવી દેવા બાબતે ભાડુત વેપારી વગેરેએ ઝઘડો કરી દુકાન માલિક ઉપર ત્રિકમ પાવડાથી કરેલા હુમલાના કેસમાં અદાલતે સાતેય આરોપીઓનો છુટકારો ફરમાવ્યો છે.આ કેસની હકીકત મુજબ, સવા વર્ષ પહેલા કોઠારિયા રોડ ઉપર ભાડે આપેલી દુકાન પાસે રસ્તાના કામ સબબ હાર્ડવેર ધંધાર્થી વેપારી રાજેશ તાર૫ડાએ “દુકાનના આગળના પતરા અને પીજીવીસીએલનો ફેરવી નાંખો” આમ કહી રાજેશ તારપડા સાથેના ઘોધાભાઈ વિગેરેએ ઝગડો કરી ધોધાભાઈ ડોબરીયા, પરષોતમભાઈ ડોબરીયા, દીલીપભાઈ ડોબરીયા, ગીગાભાઈ જોગવા, દિનેશભાઈ વિરડીયા, જયેશભાઈ વિરડીયા, નીતીનભાઈ ડોબરીયા વિગેરેએ ત્રીકમ, પાવડા અને લાકડાના ધોકા વડે આડેધડ માર મારી અને ગંભીર ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ હતી.આ કેસ અદાલતમાં ચાલતા આરોપીના વકીલે ફરીયાદીને તેમજ સાહેદોને તપાસેલ અને તેમની જુબાનીઓ લેવામાં આવેલ અને પ્રસ્થાપિત સિધ્ધાંતો ધ્યાને લઈને અદાલતે ફરીયાદ પક્ષ ગુનો સાબિત કરવામાં નીષ્ફળ નીવડેલ હોવાનું ઠરાવી આરોપીઓને નિર્દોષ મછોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીઓ તરફે ધારાશાસ્ત્રી દિલીપભાઈ પટેલ, કલ્પેશ નસીત, નૈમિષ જોષી, અનિતા રાજવંશી રોકાયા હતા