સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના આધારે કુવાડવા પોલીસની કાર્યવાહી
Rajkot,તા.11
સોશિયલ મીડિયામાં રિવોલ્વર વડે હવામાં ફાયરિંગ કરતા એક શખ્સનો વિડીયો વાયરલ થયો હતો. જે વિડીયો નવગામનો હોવાનું સામે આવતા કુવાડવા પોલીસે તપાસ કરતા નવાગામના અજુ ઝાપડા નામના શખ્સે ફાયરિંગ કર્યાનું જાણવા મળતા પોલીસે તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મામલામાં પ્રાપ્ત વિગત મુજબ સોશ્યલ મીડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં નવાગામના અજુ ઝાપડા નામનો શખ્સ પોતાની પાસે રહેલ પોતાના હથિયારમાંથી હવામાં ફાયરીંગ કરતો એક વીડીયો વાયરલ થયેલ છે.જેની તપાસ કરતા પીએસઆંક એમ જે વરુની ટીમે તાત્કાલિક એક શખ્સની અટકાયત કરી હતી. જેની ઓળખ અજયભાઈ ઉર્ફે અજુ જીવણભાઈ ઝાપડા (ઉ.વ.૪૫ રહે, નવાગામ આણંદપર મફતીયાપર સમાપીરના મંદિર પાસે) તરીકે થઇ હતી. અજુ ઝાપડાને સોસીયલ મીડીયામાં હથિયારથી હવામાં ફાયરીગ કરતો વાયરલ વીડીયો બતાવતા પોતે જ ફાયરિંગ કર્યાનું જણાવ્યું હતું. જેથી અજુને હથિયાર બાબતે પુછતા પોતાની પાસે રીવોલ્વર પ્રકારના હથિયારનો પરવાનો ધરાવતા હોય અને તે હથિયાર વડે ગઇ તા.૦૩/૦૨/૨૦૨૫ ના રોજ સાંજના આશરે છ વાગ્યાની આસપાસ રાજકોટ-અમદાવાદ હાઇવે નવાગામ હાઇવેનો પુલ મહાદેવના મંદિર પાસે જગદીશભાઇના ગોડાઉનની છત ઉપર પોતાના પરવાના વાળા રીવોલ્વરથી ફાયરીંગ કરેલ હોવાનુ જણાવેલ છે.