Prayagraj, તા.૧૩
જાતીય શોષણનો શિકાર બનેલી પીડિત મહિલાને મેડિકલ રીતથી ગર્ભને abortion કરવાનો અધિકાર છે, તેમ Allahabad High Courtએ પોતાના એક ચુકાદામાં કહ્યું છે. આ સાથે Allahabad High Courtએ કહ્યું કે જાતીય શોષણના મામલામાં કોઇ પણ મહિલાને abortion કરવાથી મનાઇ કરવી અને તેને માતૃત્વની જવાબદારીથી બાંધવી એ તેને સન્માનની સાથે જીવવાના Human Rightsથી વંચિત કરવા સમાન છે. મહિલાને મા બનવા માટે ‘હા કે ના’ કહેવાનો અધિકાર છે. પીડિતાને જાતીય શોષણ કરનાર વ્યક્તિથી બાળકને જન્મ આપવા માટે મજબૂર કરવી અકલ્પનીય દુખોનું કારણ ગણાશે.જસ્ટિસ મહેશચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ પ્રશાંત કુમારની બેન્ચે પીડિતાને મેડિકલ રીતથી ગર્ભને સમાપ્ત કરવાની મંજૂરી આપીને આ ટિપ્પણી કરી છે. Uttar Pradeshના ભદોહીની ૧૭ વર્ષીય કિશોરીના પિતાએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં સગીર દિકરીને લાલચ આપીને ભગાડીને Rape કર્યો હોવાના આરોપ અંતર્ગત FIR નોંધાવી હતી. પોલીસે શોધીને પુત્રી પિતાને સોંપી હતી. આ દરમિયાન સગીરાના પેટમાં દુખાવો ઉપડ્યો હતો, અને તેની મેડિકલ તપાસ કરાવી તો ૧૫ સપ્તાહનો ગર્ભ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આ બાબતને લઈ પીડિતાના પિતાએ સગીરા તરફથી ગર્ભને મેડિકલ રીતથી abortion કરવાની માંગ સાથે અરજી કરી હતી. અરજદાર તરફથી કોર્ટમાં વકીલ મનમોહન મિશ્રાએ દલીલ આપી હતી કે અરજદાર(પીડિતા)ની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. એ હવે ગર્ભવતી છે. જેનાથી તેના માનસિક સ્વાસ્થ્ય પર હાનિકારક પ્રભાવ પડી રહ્યો છે. અરજદાર સગીરા હોવાના કારણે એ બાળકની જવાબદારી લેવા ઈચ્છતી નથી. હાઈકોર્ટે પણ કહ્યું કે આ સંબંધિત કાયદાની જોગવાઈ અંતર્ગત જાતીય શોષણ કે બળાત્કારની પીડિતા કે સગીરા હોવા પર ૨૪ સપ્તાહ સુધી ગર્ભપાત કરવાની જોગવાઈ છે. આ સાથે હાઈકોર્ટે તમામ મેડિકલ સુવિધા મફત ઉપલબ્ધ કરાવી અને એક સપ્તાહની અંદર રિપોર્ટ રજૂ કરવા માટે ચીફ મેડિકલ ઓફિસર(સીએમઓ)ને સૂચના આપી છે. ભ્રૂણ અને લોહીના નમૂના સાચવી રાખવા પણ કહ્યું છે.
Trending
- CA ફાઈનલ, ઈન્ટર અને ફાઉન્ડેશના પરિણામ જાહેર
- 14 કલાકનું કામ 8 કલાકમાં પણ થાય,બોલિવૂડમાં શિફ્ટ વિવાદ મુદ્દે સોનાક્ષીનું દીપીકા પાદુકોણને સમર્થન
- 60 વર્ષનો થયો Shah Rukh Khan: બર્થડે પાર્ટીમાં બોલિવૂડ સિતારાઓનો જમાવડો
- Salman Khan ની આગામી ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ સાથે
- ‘Maha Mujya’ ની હિરોઇન તરીકે શરવરી વાઘ જ હશે
- Kartik Aaryan આગામી ફિલ્મ ‘નાગજિલા’નું શૂટિંગ શરૂ કર્યું
- Kiara Advani એ મીના કુમારીની બાયોપિકની તૈયારી શરૂ
- Jaipur માં ડમ્પરે 50થી વધુ લોકોને કચડ્યાં, અનેક ગાડીઓને ટક્કર મારી! 14ના મોત

