રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૪.૦૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇસેન્સેક્સ આગલા બંધ ૭૬૧૩૮સામે૭૬૩૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૪૩૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ૧૦૪૩પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯૯ પોઈન્ટના ઘટાડા સાથે૭૫૯૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૧૦૭સામે૨૩૧૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૮૪૬પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ૩૫૯પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૧૧૨ પોઈન્ટના ઘટાડા સાથે૨૨૯૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીયશેરબજાર સતત આઠમા દિવસે ઘટાડા સાથે બંધરહ્યું હતું.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન શ્રીનરેન્દ્રમોદીની મુલાકાત બાદ ટેરિફ મુદ્દે કોઈ રાહતના સંકેતો ના જણાતા તેમજરશિયાએ યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં ડ્રોન વડે હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ વધતાઆજેસપ્તાહના અંતિમ દિવસે સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટાપાયે અફડાતફડી જોવા મળી હતી અનેસ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સમાં૩%થી વધુનો ઘટાડો નોંધાયો હતો.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ,નિફટીમાં ઘટાડાસાથેમીડકેપ,સ્મોલકેપશેરોમાંભારેવેચવાલીએબીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં અંદાજીત૭.૨૬ લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત, સ્થાનિક સ્તરે પણ નબળા ત્રિમાસિક પરિણામોની અસર શેરબજારમાં જોવા મળી છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ફુગાવો વધીને આવતા વ્યાજ દરમાં કપાત લંબાઈ જવાની ધારણાં તથાટ્રમ્પ દ્વારા છેડાયેલી ટ્રેડ વોર વચ્ચે વૈશ્વિક સ્તરે હાલમાં ઊભી થયેલી આર્થિક અનિશ્ચિતતાને પગલે ડોલર સામે રૂપિયામાં નરમાઈ જોવાઈ હતી, જયારેક્રુડ તેલના ભાવમાં ઘટાડોનોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૫૯% અને સ્મોલકેપઈન્ડેક્સ૩.૨૪%ઘટીને બંધ રહ્યા હતા.વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્રફોકસ્ડઆઈટીશેરોમાં લેવાલીજોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૩સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૩૨૦અને વધનારની સંખ્યા૬૮૧રહી હતી,૮૨શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.જ્યારે૫શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે૮શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજનેસલે ઈન્ડિયા ૦.૯૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક૦.૮૦%, ઇન્ફોસિસ૦.૭૧%, ટીસીએસ૦.૬૦%, એચસીએલટેકનોલોજી ૦.૪૯%, ભારતી એરટેલ ૦.૨૦%, આઈટીસીલી. ૦.૧૮%, રિલાયન્સઇન્ડસ્ટ્રીઝ ૦.૦૬% અને મારુતિ સુઝુકી ૦.૦૧%વધ્યા હતા, જયારે અદાણી પોર્ટ ૪.૨૦%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૪૭%, સન ફાર્મા ૨.૪૦%, ઇન્ડસઇન્ડ બેન્ક૨.૨૧%, એનટીપીસી લી. ૨.૧૮%, ટાટા સ્ટીલ૧.૩૨%, મહિન્દ્રા & મહિન્દ્રા ૧.૨૬%, એકસિસ બેન્ક ૧.૧૪%, ટેક મહિન્દ્ર ૧.૦૧% અને કોટક બેન્ક ૦.૯૯ઘટ્યાહતા.
બજારની ભાવિ દિશા….મિત્રો,ડિસેમ્બર ૨૦૨૪ના ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો અપેક્ષિત મુજબનહીં રહેતાં શેરોમાં વેચવાલી વધતી જોવાઈ છે. નિફટી ૫૦ના ૩૫ શેરો લાંબાગાળાની મુવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. નિફટી મિડ કેપ ૧૫૦ઈન્ડેક્સના ૧૫૦ પૈકી ૧૧૮ શેરો અને નિફટી સ્મોલ કેપ ૨૫૦ ઈન્ડેક્સના ૨૫૦ શેરો પૈકી ૨૦૪ શેરો ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ નીચે ટ્રેડ થઈ રહ્યા છે.ત્યારે હવે વૈશ્વિક પરિબળો વધુ નેગેટીવ બનવાના સંજોગોમાંવેલ્યુએશન મામલે હજુ સ્મોલ, મિડ કેપ શેરોમાં શેરોમાં હજુ ઘટાડાની શકયતા મૂકાઈ રહી છે.
નિફટી ૫૦૦ શેરો પૈકી દરેક પાંચ શેરમાંથી એક શેરનો ભાવ ૨૭, સપ્ટેમ્બર ૨૦૨૪ના લેવલથી ૩૦%થી વધુ ઘટી આવ્યો છે.એ સમયે નિફટી ૫૦ઈન્ડેક્સ ૨૬૨૭૭ની સપાટીએ હતો. ત્યારથી અત્યાર સુધીમાં નિફટીમાં ૧૨%નો ઘટાડો નોંધાયો છે. જ્યારે નિફટી મિડકેપ ૧૫૦માં ૧૫.૮%, નિફટી સ્મોલ કેપ ૨૫૦ ઈન્ડેક્સમાં ૧૭.૬% અને નિફટી ૫૦૦ ઈન્ડેક્સમાં ૧૪.૫% ઘટાડો નોંધાયો છે.ટેરિફ યુદ્વ સાથે અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણ સહિતના અન્ય વૈશ્વિક પરિબળો જો હજુ પડકારરૂપ બનશે, તો શેરોમાં વધુ ઘટાડો જોવાઈ શકે છે.
તા.૧૪.૦૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૪.૦૨.૨૦૨૫ના રોજનિફટી ફ્યુચરબંધ ભાવ @ ૨૨૯૯૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર૨૨૮૦૮ પોઈન્ટનાપ્રથમઅને૨૨૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૦૮૮ પોઈન્ટથી૨૩૧૩૩ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૨૦૨ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૧૪.૦૨.૨૦૨૫ના રોજબેન્ક નિફ્ટી ફ્યુચરબંધ ભાવ @ ૪૯૩૩૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર૪૮૮૦૮ પોઈન્ટપ્રથમઅને ૪૮૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૪૯૪૭૪ પોઈન્ટથી૪૯૬૦૬ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૯૭૩૭ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એસીસી લિ. ( ૧૮૭૬ ) :- અદાણીગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવહાલમાં રૂ.૧૮૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે.રૂ.૧૮૩૦ નાસ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૯૩ થી રૂ.૧૯૦૯ નોભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૧૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ટેક મહિન્દ્ર ( ૧૬૬૬ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!!રૂ.૧૬૧૬ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૮૩ થીરૂ.૧૬૯૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૦૦ ):-રૂ.૧૪૭૩ નોપ્રથમ તેમજ રૂ.૧૪૬૦ બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સસેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- જિંદાલ સ્ટીલ ( ૮૩૪ ):-આયર્ન એન્ડ સ્ટીલસેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૪૮ થીરૂ.૮૫૫ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૮૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી લાઈફ ( ૬૨૫ ) :- રૂ.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૮૮ સ્ટોપલોસ આસપાસ લાઈફ ઈન્સ્યુરન્સસેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૪૪ થીરૂ.૬૫૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- કોટક મહિન્દ્ર બેન્ક ( ૧૯૫૩ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્કસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૮૩ આસપાસ વેચવાલી થકી રૂ.૧૯૩૩ થીરૂ.૧૯૦૯ ના નીચામથાળેભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૯૭ નોસ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૩૨૦ ):-રૂ.૧૩૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૩૬૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૨૯૭ થીરૂ.૧૨૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- મહાનગર ગેસ ( ૧૨૩૯ ) :-LPG/CNG/PNG/LNG સપ્લાયરસેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૨૮૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડેરૂ.૧૨૧૩ થીરૂ.૧૨૦૩ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૯૬૪ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન એન્ડ સ્ટીલસેક્ટરનો આ સ્ટોક રૂ.૯૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૨૯ થીરૂ.૯૦૯ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૦૮ નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- રામકો સિમેન્ટ્સ ( ૮૪૩ ):- રૂ.૮૭૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૮૮૪ નાસ્ટોપલોસે આ સ્ટોક રૂ.૮૨૮ થીરૂ.૮૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૯૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.