Mumbai,તા.15
સતત વધતા ભાવ વચ્ચે આજે સોના ચાંદીમાં રાહત જોવા મળી છે. આજે સોનામાં 10 ગ્રામે રૂ.1450 અને ચાંદીમાં રૂ.2440નો કડાકો નોંધાયો છે. છેલ્લા 20 દિવસના સતત ઉછાળા બાદ આજે ભાવમાં મોટો ઘટાડો થયો છે.
વૈશ્વિક બજારમાં મોટી ઉથલપાથલ મચી છે, સતત ભાવ વધારા વચ્ચે આજે ભાવ ઘટતા વેપારીઓમાં રાહત જોવા મળી હતી. ભાવ ઘટતા બજારમાં ખરીદીની ચમક જોવા મળી હતી. આજે સપ્તાહના અંતિમ દિવસે ભાવમાં રાહત મળી છે.
ત્યારે હવે વેપારીઓને સોમવારની ખુલતી બજાર પર ધ્યાન રહેશે. લાંબા ગાળે સોના ચાંદીમાં ભાવ ઘટયા છે. સોનામાં રૂ.1450ના ઘટાડા સાથે સોનુ રૂ.87550 અને ચાંદીમાં રૂા.2440 ઘટતા ભાવ રૂ.98400એ પહોંચ્યો છે.