Morbi,તા.15
કાલિકા પ્લોટમાં રહેતા ઇસમના મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલનો જથ્થો કબજે લીધો હતો અને આરોપી હાજર મળી ના આવતા વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાલિકા પ્લોટ મોમાઈ ડેરી સામે રહેતા આરોપી ભુપેન્દ્ર જયસુખ વાઘેલાના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૨ બોટલ કીમત રૂ ૬૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો રેડ દરમીયાન આરોપી ભુપેન્દ્ર વાઘેલા મળી આવ્યો ના હતો જેથી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે