Morbi,તા.15
માળિયાના વેજલપર-ઘાટીલા ગામ જવાના રસ્તા પરથી દેવર અને ભાભી બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રેક્ટર ચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ભાભીનું મોત થયું હતું પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
માળિયા તાલુકાના ખાખરેચી ગામના રહેવાસી મુન્નાભાઈ વિઠ્ઠલભાઈ સુરાણીએ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૩ ના રોજ સાંજે પાંચેક વાગ્યે ફરિયાદી મુન્નાભાઈ અને તેના ભાઈ જીતેશના પત્ની હંસાબેન ઉર્ફે સોનીબેન બંને બાઈક લઈને મંદરકિ ગામે કૌટુંબિક ભાઈ ભરતભાઈનું અવસાન થયું હોવાથી અંતિમવિધિ માટે જતા હતા સાંજે વેજલપરથી ઘાટીલા વચ્ચે પહોંચતા સામેથી ટ્રેક્ટર આવતું હતું જે ટ્રેક્ટર ચાલકે ખાડો તારવવા જતા પોતાનું ટ્રેક્ટર બાઈક સાથે અથડાવતા ફરિયાદી મુન્નાભાઈ અને ભાભી બંને નીચે પડી ગયા હતા જે અકસ્માતમાં ટ્રેક્ટરનું વ્હીલ ચડી જતા મુન્નાભાઈને ઈજા પહોંચી હતી અને ભાભી હંસાબેન ઉર્ફે સોનીબેનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે