Morbi,તા.15
સીસીટીવીમાં દેખાતા બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
નીચી માંડલ ગામ નજીક આવેલ ની અંદરનો કેબલ ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સીસીટીવી ફૂટેજમાં બે ઈસમો કેદ થયા હતા જે ફૂટેજને આધારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
રાજકોટ યુનીવર્સીટી રોડ પર રહેતા અજરૂદીન માનજીભાઈ પરમારે સીસીટીવી ફૂટેજમાં દેખાતા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે નીચી માંડલ ગામની સીમથી કાલિકાનગર જવાના રસ્તે સીમેન્સ ગામેશા લીમીટેડ કંપનીએ લગાવેલ પવનચક્કીની પ્રોપર્ટીની દેખરેખ કરવા ફરિયાદી અજરૂદિનને ઓથોરાઇઝ કર્યો છે જે પવનચક્કીમાં ઉપર જવા માટે રાખેલ દરવાજાનો લોક તોડી ગત તા. ૧૦ જાન્યુઆરીના રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં બે ઈસમો પવનચક્કી અંદરનો કેબલ ચોરી કરવાના ઈરાદે તોડવાની કોશિશ કરી હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી અને કેમેરામાં બે ઈસમો કેદ થતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફૂટેજને આધારે આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે