Morbi,તા.15
ઓનલાઈન જુગારનું દુષણ સતત વધી રહ્યું છે ઓનલાઈન ગેમિંગ એપના રવાડે ચડીને યુવાનો પોતાનું માનસિક સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે તો ક્યારેક મોટી રકમ હારી જતા જીવન ટૂંકાવવાની નોબત આવતી હોય છે આવો જ કિસ્સો વાંકાનેરના બન્યો છે જ્યાં ઓનલાઈન ગેમમાં હારી જતા યુવાને ઉંદર મારવાની દવા પી લેતા મોત થયું હતું
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર સરતાનપર રોડ પર મોટો કંપનીમાં કામ કરતા પ્રિન્સસિંહ તિલકધારીસિંહ (ઉ.વ.૧૯) નામના યુવાન તા. ૨૩-૦૧ ના રોજ ઢુવા ચોકડી પાસે આવેલ પુલ નીચે ઉંદર મારવાની દવા પી લેતા સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર અર્થે જબલપુર મધ્યપ્રદેશ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું છે બનાવ અંગે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક જુબી લૂડો ઓનલાઈન ગેમમાં ૪૦,૦૦૦ રૂપિયા હારી જતા ટેન્શનમાં હતો અને પોતાની જાતે ઉંદર મારવાની દવા પી લેતા સારવારમાં મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે