Morbi,તા.15
મીતાણા ગામે આવેલ વાડીએ રાખેલ ૫૦ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મૂળ દાહોદના વતની અને હાલ ટંકારાના મીતાણા ગામની સીમમાં વાડીએ રહેતા દીતીયાભાઈ હિમરાજભાઈ ભૂરીયાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫-૦૨ ના રાત્રીથી તા. ૦૬-૦૨ ના સવારના ચાર વાગ્યા દરમિયાન ફરિયાદીનું ૫૦ હજારની કિમતનું બાઈક વાડીએ રાખેલ હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે ટંકારા પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે