Morbi,તા.15
વાંકાનેરના કેરાળા ગામના બોર્ડથી થોડે દુર હાઈવે પર સ્કૂલ બસના ચાલકે બાઈકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા કરી બસ લઈને ચાલક નાસી ગયો હતો બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના ચંદ્રપુરના રહેવાસી રવિભાઈ છગનભાઈ સિંધવ (ઉ.વ.૨૯) સ્કૂલ બસ જીજે ૦૩ એડબલ્યુ ૯૬૮૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧ નારોજ રવિભાઈ પોતાનું બાઈક લઈને નેશનલ હાઈવે પર કેરાળા બોર્ડથી થોડે દુર પહોંચ્યા ત્યારે સ્કૂલ બસના ચાલકે સામેથી બાઈકને હડફેટે લીધું હતું જેથી બાઈક સહીત યુવાન પડી જતા શરીરે નાકના ભાગે ફ્રેકચર જેવી ઈજા અને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચાડી બસ લઈને ચાલક નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે સ્કૂલ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે