Rajkot,તા.15
શહેરમાં અને મોરબી રોડ પર અકસ્માતને લઈને મોતના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલી ખોડીયાર સોસાયટીમાં રહેતા વૃદ્ધા ગોંડલ સુરાપુરા દાદા ના દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યા ત્યારે ગોવર્ધન ચોક પાસે બાઈક ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા મોત નીપજયનો બનાવ અને રાજકોટ મોરબી હાઇવે પર આવેલા કાગદડી ગામના પાટીયા પાસે મોરબી જઈ રહેલા વૃદ્ધનું બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક રોડ નીચે ઉતરી જતા માથામાં ગંભીર જતા મોત નીપજિયાના બનાવ બન્યા છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ પર ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા શોભનાબેન કિશોરભાઈ પરમાર નામના ૫૭ વર્ષીય વૃદ્ધા ગોંડલ નજીક વેજાગામે સુરાપુરા દાદા ના દર્શન કરવા નીકળ્યા ત્યારે તેઓ ગોવર્ધન ચોક પાસે પહોંચ્યા ત્યારે બાઈક ચાલેકે તેઓને અડફેટ લેતા સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં તેઓનું ચાલુ સારવાર માં મોત નીપજ્યું હતું. વૃદ્ધાનામોતથી પરમાર પરિવારમાં શોખનું મોજુ ફરી વળ્યું હતું. બનાવની જાણ માલવીયા નગર પોલીસને કરતા પીએસઆઇ પી વી ડોડીયા સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી શોભનાબેનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માતના બીજા બનાવમાંમોરબીમાં નવલખી રોડ પર આવેલા કુબેર નંબર ૧મા રહેતા જયંતીભાઈ છગનભાઈ ટાક રાજકોટમાં બોલબાલા માર્ગ પર આવેલી વાલકેશ્વર સોસાયટીમાં રહેતા જમાઈ વિશાલભાઈ કાચા ને ત્યાં આવ્યા હતા. બાદ જયંતીભાઈ તેનું બાઇક લઈને મોરબી જવા નીકળ્યા હતા ત્યારે તેઓ કાગદડીના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે બાઈક પરથી કાબુ ગુમાવતા , તેનું બાઈક રોડથી નીચે ઉતરી જતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. જયંતીભાઈ ને સારવારમાં રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. વૃદ્ધના મોતથી ટાંક પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. કુવાડવા રોડ પોલીસે જયંતીભાઈ ના મૃતદેને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.