Rajkot,તા.17
શહેર ક્રાઈમ બ્રાન્ચએ બે સ્થળોએ વિદેશી દારૂના દરોડા પાડ્યા છે. જેમા જામનગર રોડ નીચે સ્લમ ક્વાર્ટર પાસેથી બોટલ સાથે આબીદ જુનેજા ની અને દૂધસાગર રોડ પર આવેલા ભગવતી સોસાયટી માં મકાનમાંથી 12 બોટલ દારૂ સાથે સદામ કયડાની ધરપકડ કરી 23000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ આપેલી સુચના ને પગલે પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમઆર ગોંડલીયા સ્ટાફે રી હતું ત્યારે જામનગર રોડ પરસાણા નગર શેરી નંબર સાતમાં રહેતો આવી નૂર મહંમદ જુણેજા નામના શખ્સ સ્લમ ક્વાર્ટર સાંધિયા પુલ નીચે વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની કોન્સ્ટેબલ વિજયભાઈ મહેતા ને મળેલી બાતમીના આધારે દરોળો પાડી રૂપિયા 16 3 8 ની કિંમતને 24 બોટલ વિદેશી દારૂ સાથે આબિદ જુણેજા ની ધરપકડ કરી આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો તે મુડે તપાસ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા ચલાવી રહ્યા છે. જ્યારે દૂધસાગર રોડ ભગવતી સોસાયટી શેરી નંબર પાંચમાં રહેતા સદામ હુસેન કયડા નામના શખ્સ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની મળેલી બાતમીના આધારે કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા સહિતના સ્ટાફેદ રણોડો પાડી મકાનમાંથી 6732 ની કિંમતની 12 બોટલ વિદેશી દારૂ સાથે સદામની ધરપકડ કરી વધુ તપાસ કુલદીપસિંહ જાડેજા ચલાવી રહ્યા છે