Surat,તા.18
સુરત પાલિકાના વોર્ડ નંબર 18 ની ખાલી પડેલી બેઠક પર રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની એક પણ બેઠક આવી ન હતી. પરંતુ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આપ કરતાં સારો દેખાવ કરીને બીજો નંબરે આવ્યો છે. આ પેટા ચૂંટણીમાં બહુ ગાજેલા વિપક્ષ આપ ચોથા નંબરે આવ્યો છે વિપક્ષ આપ અન્ય પક્ષના ઉમેદવાર કરતાં પણ ઓછા મત મળ્યા છે.
સુરત પાલિકાની પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. તેમાં 31.35 ટકા મતદાન થવા પામ્યું હતું. આ મતદાન બાદ ત્રણેય પક્ષોએ જીતના દાવા કર્યા હતા. જોકે, આજે સાત રાઉન્ડની મત ગણતરી થઈ હતી. તેમાં ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર કાછ઼ડને 17359 મત કોંગ્રસના સંજય રામાનંદીને 10102 મત અને બહુ ગાજેલા વિપક્ષ આપને 1917 મત મળ્યા હતા. આ પેટા ચૂંટણીમાં ઓલ ઈન્ડિયા મજલિસએ એતીહાલદુલ મુસ્લિમ પક્ષના ઉમેદવાર 2618 મત મળ્યા હતા. સાત રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર 7267 મતે વિજેતા જાહેર થયાં હતા.