રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૧૮.૦૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇસેન્સેક્સ આગલા બંધ ૭૫૯૯૬સામે૭૬૦૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૫૩૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ૫૬૦પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯ પોઈન્ટના ઘટાડા સાથે૭૫૯૬૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૦૨૬સામે૨૩૦૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૮૩૮પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ૧૯૧પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૫૩ પોઈન્ટના ઘટાડા સાથે૨૨૯૭૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ આતંકથી ત્રસ્ત વિશ્વના ઘણા દેશો અમેરિકાના વેપાર યુદ્વમાં હંફાવવા તૈયારી કરી રહ્યાના અહેવાલ અને બીજી બાજુ ટ્રમ્પ ઈરાન પર નવા આર્થિક પ્રતિબંધો મૂકવાની વાત કરતાં અને ટેરિફની આડમાં ભારત સહિતને ક્રુડ ઓઈલની મોટી ખરીદી કરવા મજબૂર કરતી ડિલ કરાવી રહ્યા હોઈ અને ૧, એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાનો ડર બેસાડી ડિલ ટેબલ પર આવવા મજબૂર કરાવી રહ્યા હોઈ વૈશ્વિક બજારમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બીજી તરફ સ્થાનિક સ્તરે ફુગાવો ઘટતાં આરબીઆઇ તેની એપ્રિલ મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરોમાં વધુ ઘટાડો કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આ પરિબળોને ધ્યાનમાં રાખતાં એપ્રિલના અંત સુધી માર્કેટમાં ફરી પાછી તેજી જોવા મળવાનો આશાવાદ મળી રહ્યોછે.કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલરસામે રૂપિયાના ભાવમાં બેતરફી અફડાતફડી જોવા મળી હતી.ડોલરના ભાવ આરંભમાં ઝછડપી નીચા ઉતર્યા પછી ફરી ઉછાળો જોવા મળ્યો હતો અને ડોલરસામે રૂપિયાનબળોપડ્યોહતો, જયારેક્રુડ ઓઈલના ભાવ મજબૂત રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૯% અને સ્મોલકેપઈન્ડેક્સ૧.૭૧%ઘટીને બંધ રહ્યા હતા.વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટીલીટી,ફોકસ્ડ આઈટી, ઓઈલ એન્ડ ગેસ, પાવર, આઈટી, એનર્જી, ટેક અને મેટલશેરોમાં લેવાલીજોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૪સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૯૧૮અને વધનારની સંખ્યા૧૦૩૨રહી હતી,૧૧૪શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.જ્યારે૪શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે૧૫શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એનટીપીસી લી. ૨.૯૪%, ટેક મહિન્દ્રા ૨.૩૮%, ઝોમેટો લિ. ૨.૧૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૩૭%, કોટક બેન્ક ૦.૯૮%, એચસીએલ ટેકનોલોજી ૦.૮૫%, ઇન્ફોસિસલી. ૦.૪૮, બજાજ ફાઈનાન્સ ૦.૪૨ અનેએચડીએફસીબેન્ક૦.૩૧% વધ્યા હતા, જયારે ઇન્ડસઇન્ડ બેન્ક૨.૩૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૬૦%, મહિન્દ્રા&મહિન્દ્રા ૧.૪૮%, હિન્દુસ્તાન યૂનિલિવર૧.૪૨%, ટીસીએસ લી. ૦.૮૭%, સન ફાર્મા ૦.૮૪%, આઈટીસી ૦.૮૧%, ટાટા મોટર્સ૦.૭૧% અનેઆઈસીઆઈસીઆઈ બેન્ક૦.૬૮% ઘટ્યાહતા.
બજારની ભાવિ દિશા….મિત્રો,વર્ષ૨૦૨૪ના ઓકટોબર માસથી ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ચાલુ થયેલી વેચવાલી ૨૦૨૫માં પણ ચાલુ રહી છે એટલું જ નહીં ભારતમાંથી રોકાણ પાછા ખેંચીને વિદેશી રોકાણકારો ચીનની બજારમાં નાણાં ઠાલવી રહ્યાનું જોવા મળી રહ્યું છે.ગયા વર્ષના ઓકટોબરથી અત્યારસુધીમાં ભારતીય ઈક્વિટી કેસમાં વિદેશી રોકાણકારોની રૂ.૨,૯૩,૯૫૫ કરોડની નેટ વેચવાલી આવી છે. ભારતીય બજારોમાં એફઆઈઆઈની જંગી વેચવાલી જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ પોતાના અર્થતંત્રને બેઠું કરવા ચીન સરકાર સતત સ્ટીમ્યુલ્સ જાહેર કરી રહી છે.
ચીનના શેરબજારોમાં સ્ટોકસ હાલમાંમધ્યમથી લાંબા ગાળાનો રોકાણની દ્રષ્ટિએઆકર્ષક મૂલ્યાંકને પ્રાપ્ત થઈ રહ્યા છે. કેટલાક હેજ ફન્ડો અને ઊંચા જોખમ લેવાના વ્યૂહ ધરાવતા ફન્ડોના નાણાં ચીન તરફ વળી રહ્યા હોવાનો રિપોર્ટમાં દાવો કરાયોછે. વર્ષ ૨૦૨૫ના કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી એમએસસીઆઈ ઈન્ડિયા તથા એમએસસીઆઈ ચીન ઈન્ડેકસ અન્ય મોટા વૈશ્વિક શેરબજારો જેમ કે, યુકે,જાપાન,દક્ષિણ કોરિઆ, ફ્રાન્સની સરખામણીએ નબળા જોવા મળી રહ્યા છે.થાઈલેન્ડને બાદ કરતા દરેક મુખ્ય ઊભરતી બજારોમાં એફઆઈઆઈનો નાણાં પ્રવાહ વર્તમાન મહિનામાં નેગેટિવ રહ્યો છે.
તા.૧૯.૦૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૮.૦૨.૨૦૨૫ના રોજનિફટી ફ્યુચરબંધ ભાવ @ ૨૨૯૭૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર૨૩૦૮૮ પોઈન્ટનાપ્રથમઅને૨૩૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૮૮૦ પોઈન્ટથી૨૨૮૦૮ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૨૦૨ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૧૮.૦૨.૨૦૨૫ના રોજબેન્ક નિફ્ટી ફ્યુચરબંધ ભાવ @ ૪૯૨૦૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર૪૮૮૦૮ પોઈન્ટપ્રથમઅને ૪૮૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૪૯૩૦૩ પોઈન્ટથી૪૯૪૦૪ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૯૪૭૪ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એસીસી લિ.( ૧૮૭૯ ) :- અદાણીગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવહાલમાં રૂ.૧૮૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે.રૂ.૧૮૪૪ નાસ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૯૮ થી રૂ.૧૯૦૯ નોભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એચસીએલ ટેક્નોલોજીસ ( ૧૭૨૬ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૦૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!!રૂ.૧૬૮૬ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૭૪૭ થીરૂ.૧૭૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૧૦ ):-રૂ.૧૪૮૮ નોપ્રથમ તેમજ રૂ.૧૪૭૪ બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સસેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૩૭૭ ):-ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૩ થીરૂ.૧૪૦૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૦૨૬ ) :- રૂ.૦૧ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૭૩ સ્ટોપલોસ આસપાસ ટી એન્ડ કોફીસેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૪૪ થીરૂ.૧૦૫૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- સન ફાર્મા ( ૧૭૦૫ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૩૭ આસપાસ વેચવાલી થકી રૂ.૧૬૮૬ થીરૂ.૧૬૭૦ ના નીચામથાળેભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૫૦ નોસ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ટેક મહિન્દ્ર( ૧૬૯૯ ):-રૂ.૧૭૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૭૪૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૬૮૦ થીરૂ.૧૬૬૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- મહાનગર ગેસ ( ૧૩૦૩ ) :-LPG/CNG/PNG/LNG સપ્લાયરસેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૩૫૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડેરૂ.૧૨૯૦ થીરૂ.૧૨૭૩ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- વોલ્ટાસ લિ. ( ૧૨૨૫ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબહાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૦૨ થીરૂ.૧૧૮૮ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૦ નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૦૧૫ ):- રૂ.૧૦૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૦૫૩ નાસ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૯૭ થીરૂ.૯૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૭૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.