રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી પહેલી વાર ફિલ્મ નિર્માતા કરણ શર્માની અપકમિંગ ભૂલ ચૂક માફ ફિલ્મમાં સાથે જોવા મળશે
Mumbai, તા.૧૯
રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી પહેલી વાર ફિલ્મ નિર્માતા કરણ શર્માની અપકમિંગ ભૂલ ચૂક માફ ફિલ્મમાં સાથે જોવા મળશે. મંગળવારે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરાયું છે. જેમાં રસપ્રદ પર્સ્પેક્ટિવની ઝલક જોવા મળે છે. ટીઝરમાં રાજકુમાર રાવ વરરાજાના રુપમાં દેખાય છે. જોકે એ સમયના ચક્રમાં ફસાયેલો દેખાય છે.રાજકુમાર રાવ અને વામિકા પ્રેમીઓની ભૂમિકા ભજવે છે જે લગ્ન કરવા માટે તૈયાર છે. ટીઝરની શરૂઆત બંને તેમના માતાપિતા સાથે બેઠા હોય છે અને તેમના લગ્નની તારીખની ચર્ચા કરે છે. રાજકુમાર ૩૦મી તારીખે લગ્ન કરવા માટે ઉત્સુક હોય છે.બીજું દ્રશ્ય તેમના હલ્દી સમારંભમાં ફેરવાય છે, જ્યાં એક ખુશખુશાલ રાજકુમારને તેના સંબંધીઓ દ્વારા હલ્દી લગાવવામાં આવે છે. તે વામિકાને કહે છે કે તેમના જીવનના સૌથી મોટા દિવસ આડે ફક્ત એક જ દિવસ બાકી છે અને ટૂંક સમયમાં તેઓ પતિ-પત્ની બનશે.રાજકુમાર બીજા દિવસે જાગે છે, ત્યારે કંઈક અણધાર્યું બને છે. હજુ પણ ૨૯મી તારીખ જ હોય છે, અને ફરી એ જ હલ્દી સમારંભનો દિવસ ચાલે છે. આ ચક્ર ઘણી વખત પુનરાવર્તિત થાય છે, જેના કારણે રાજકુમાર નિરાશ થઈ જાય છે.ભૂલ ચૂક માફ ફિલ્મ દિનેશ વિજનના મેડોક ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી છે, જે આ વર્ષે સફળતાનો સિલસિલો ચાલુ રાખતું હોય તેવું લાગે છે, જેણે પહેલાથી જ બે મોટી અક્ષય કુમારની સ્કાય ફોર્સ અને વિકી કૌશલની છાવા હિટ ફિલ્મો આપી છે.ભૂલ ચૂક માફ ૧૦ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. રાજકુમાર રાવે તેમની પત્ની પત્રલેખા દ્વારા સહ-નિર્મિત પ્રોજેક્ટ “ટોસ્ટર” ની જાહેરાત કરી છે , જેમાં સાન્યા મલ્હોત્રા પણ મુખ્ય ભૂમિકામાં છે. અભિનેતા પાસે ગેંગસ્ટર ડ્રામા “માલિક” પણ પાઇપલાઇનમાં છે.