New Delhi,તા.20
ડીજીટલ યુગમાં આર્થિક ગોટાળાનું પ્રમાણ વધ્યુ છે અને સંખ્યાબંધ કિસ્સાઓમાં ચાર્ટર્ડ એકાઉન્ટની સંડોવણીનાં પણ ખુલાસા થતા રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડીયા દ્વારા રેકોર્ડ સંખ્યામં સીએ સામે શિસ્તભંગનાં પગલા લેવામાં આવ્યા છે.
ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 241 સીએ સામે પાંચ વર્ષ સુધી સભ્યપદ રદ કરવા સુધીના પગલા લેવાયા છે. ગત નાણાંકીય વર્ષમાં આ સંખ્યા 119 ની હતી.
ઈનસ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ ચરણજોતસિંઘ નંદાએ કહ્યું કે નૈતિકતાનાં શ્રેષ્ઠ માપદંડો જાળવવા તથા શિસ્તભંગ સંબંધી પગલા ઝડપી બને તે માટેના પ્રયાસો કરાય રહ્યા છે. ગોટાળા કરતી વ્યાવસાયિક કંપનીઓ સામેનાં પગલા વિશે તેઓએ ક્હયું કે કાયદામાં સુધારાને સરકારે હજુ નોટીફાઈ કર્યા નથી.
નેશનલ ફાઈનાન્સીયલ રીપોટીંગ ઓથોરીટીને ગેરરીતી કરતા ભાગીદારો સામે પગલા લેવાની સતા છે. સરકાર નવી સુધારા જોગવાઈઓને નોટીફાઈ ન કરે ત્યાં સુધી ઈન્સ્ટીટયુટ માત્ર પોતાના સભ્યો સામે જ કાર્યવાહી કરી શકે છે.
કંપની સેક્રેટરી તથા કોસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા પણ એકાઉન્ટન્ટનો દરજજતો માંગવામાં આવ્યો છે તે વિશે તેઓએ કહ્યું કે ઓડીટ માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ કરી શકે.આ સંવેદનશીલ-ગંભીર વ્યવસાય છે અને પ્રેકટીસ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો જ અધિકાર રહેવો જોઈએ. જોકે આ મામલે ત્રણેય સંગઠનના પ્રતિનિધિઓની કમીટીમાં ચર્ચા થશે.
તેઓએ કહ્યું કે, દેશના ચાર લાખ સીએને વૈશ્વિક દરજજો અપાવવાનો ઉદેશ છે ભારત સીએની ફેકટરી છે. તેઓને વૈશ્ર્વિક પ્લેયર બનાવવા માટે સરકારની મદદ જરૂરી છે.