રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૧.૦૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇસેન્સેક્સ આગલા બંધ ૭૫૭૩૫સામે૭૫૬૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૧૧૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ૬૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨૪ પોઈન્ટના ઘટાડા સાથે૭૫૩૧૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૯૪૨સામે૨૨૮૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૭૫૭પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ૧૮૨પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૧૧૯ પોઈન્ટના ઘટાડા સાથે૨૨૮૨૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહનાઅંતિમ દિવસેભારે વોલેટિલિટી વચ્ચે ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.ઓટોમોબાઈલ ઉદ્યોગને અમેરિકામાં નિકાસ પર ટ્રમ્પની ૨૫% ટેરિફ લાદવામાં આવવાના સંજોગોમાં નેગેટીવ અસર સાથેઈવી ઉત્પાદક ટેસ્લાની ભારતમાં એન્ટ્રીના અહેવાલો વચ્ચે ઓટો શેર્સમાં મોટાપાયે વેચવાલી સાથેટ્રમ્પના વર્લ્ડ ટ્રેડ વોરમાં ડ્રગ્ઝ-ફાર્મા, ચીપ્સની અમેરિકામાં આયાત પર ૨૫% ટેરિફના સંકેતે અને યુક્રેન મામલે અમેરિકા અને રશીયા એક થઈને કબજો કરવાના ઈરાદાએ ફરી જીઓપોલિટીકલ ટેન્શન ઊભું થવાની દહેશત વચ્ચે વૈશ્વિક બજારોમાં સતત સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં ફંડોએ સપ્તાહના અંતે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી બતાવી હતી.
ભારતીયશેરબજારમાં કોવિડ બાદની સૌથી મોટી મંદી જોવા મળી રહીછે. તેમાં પણ ફેબ્રુઆરી માસસૌથી નિરાશાજનક રહ્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષના બે માસમાં બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત ૩%થી વધુનો ઘટાડો જોવા મળ્યોછે, જયારે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાંઅંદાજીત૯૨૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે. ઉપરાંતવિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરી માસમાં અત્યારસુધીમાં રેકોર્ડ રૂ.૬૪.૭૮લાખ કરોડની વેચવાલી કરી છે.ચાલુ કેલેન્ડર વર્ષમાં જોઈએ તો અત્યારસુધીમાં જ એફઆઈઆઈએ રૂ.૧.૦૭લાખ કરોડની વેચવાલી નોંધાવી છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજેરૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઘટતાંજોવાયા હતા, જ્યારેક્રૂડઓઈલના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા.બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૮% અને સ્મોલકેપઈન્ડેક્સ૦.૪૩%ઘટીને બંધ રહ્યા હતા.વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્રમેટલ શેરોમાં લેવાલીજોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૦સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૪૬અને વધનારની સંખ્યા૧૭૦૧રહી હતી,૧૧૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.જ્યારે૪શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે૧૮શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ૧.૮૮%, લાર્સેન લી. ૧.૧૦%, એચસીએલ ટેકનોલોજી ૦.૭૫%, એશિયન પેઈન્ટ ૦.૩૫%, એચડીએફસી બેન્ક ૦.૩૧%, એનટીપીસીલી. ૦.૨૫%, ટીસીએસ લી. ૦.૨૧%, નેસ્લે ઇન્ડિયા ૦.૧૪ અનેબજાજફિનસર્વ૦.૦૩%વધ્યા હતા, જયારે મહિન્દ્રા & મહિન્દ્રા ૬.૦૭%, અદાણી પોર્ટ ૨.૫૭%, ટાટા મોટર્સ૨.૪૬%, સન ફાર્મા ૧.૬૦%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૫૨%, ઝોમેટો લિ. ૧.૪૮%, આઈસીઆઈસીઆઈ બેન્ક૧.૪૬%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૧૧% અનેઅલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૦૨% ઘટ્યાહતા.
બજારની ભાવિ દિશા….મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે ભારત સહિત અનેક દેશો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે ઘણાં દેશો પર ટેરિફ લગાવવાની અને વધારવાની જાહેરાત કર્યા બાદ અનેક દેશોના અર્થતંત્ર સહિત શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો છે. મૂડીઝ એનાલિટિક્સના રિપોર્ટ મુજબ, અમેરિકાના નવા ટેરિફ અને વૈશ્વિક માંગમાં નરમાઈના કારણે વર્ષ ૨૦૨૫માં ભારતીય અર્થતંત્રને પણ નુકશાન થવાની શક્યતા છે.નવા અમેરિકન ટેરિફ અને વૈશ્વિક માંગ ધીમી થવાથી નિકાસ પર અસર પડી રહી છે. નવા ટેરિફ અને વૈશ્વિક માંગમાં નરમાઈને કારણે નિકાસ પર અસર સમગ્ર વૃદ્ધિને ધીમી કરશે. મૂડીઝના અંદાજ મુજબ ચીનનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વૃદ્ધિ દર ૨૦૨૪માં ૫%થી ઘટીને ૨૦૨૫માં ૪.૨% અને ૨૦૨૬માં ૩.૯% પર પહોંચશે. એશિયા-પેસિફિક માટેના તેના અનુમાન મુજબ, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ બંને નાણાકીય વર્ષોમાં ભારતનો વિકાસ દર ૬.૪%ના દરે વધવાની ધારણા છે.
તા.૨૪.૦૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૧.૦૨.૨૦૨૫ના રોજનિફટી ફ્યુચરબંધ ભાવ @ ૨૨૮૨૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર૨૨૬૦૬પોઈન્ટનાપ્રથમઅને૨૨૪૭૪પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૨૨૮૮૦પોઈન્ટથી૨૨૯૭૯પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૪૭૪પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૨૧.૦૨.૨૦૨૫ના રોજબેન્ક નિફ્ટી ફ્યુચરબંધ ભાવ @ ૪૯૦૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર૪૮૬૦૬પોઈન્ટપ્રથમઅને૪૮૪૭૪પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૪૯૦૦૯પોઈન્ટથી૪૯૧૯૦પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૯૩૦૩ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ (૨૪૨૮) :- આદિત્ય બિરલા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવહાલમાં રૂ.૨૩૮૦આસપાસ પ્રવર્તી રહ્યો છે.રૂ.૨૩૪૪નાસ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૫૪થી રૂ.૨૬૪૦નોભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૪૭૪ઉપર તેજી તરફી ધ્યાન…!!
- કોટક મહિન્દ્ર બેન્ક (૧૯૫૫) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૩૭આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!!રૂ.૧૯૨૩ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૯૬૭થીરૂ.૧૯૮૦ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- હેવેલ્સ ઈન્ડિયા (૧૫૧૯):-રૂ.૧૪૮૭નોપ્રથમ તેમજ રૂ.૧૪૬૦બીજા સપોર્ટથીકન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સસેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૫૪૪થી રૂ.૧૫૫૦સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૦૯):-ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૩૪થીરૂ.૧૧૪૦ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૫૦નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ્સ (૮૪૫ ) :- રૂ.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૮૭સ્ટોપલોસ આસપાસ કોમોડિટી કેમિકલ્સસેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૫૮થીરૂ.૮૭૦આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (૨૬૬૭) :-ટેકનીકલ ચાર્ટ મુજબ પેસેન્જર કાર એન્ડયુટિલિટી વ્હીકલસેક્ટરનો આ સ્ટોક રૂ.૨૬૯૦આસપાસ વેચવાલી થકી રૂ.૨૬૪૭થીરૂ.૨૬૦૬ના નીચામથાળેભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૩૩નોસ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- મુથુત ફાઈનાન્સ ( ૨૨૦૩ ):-રૂ.૨૨૩૪આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૨૨૪૦ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૨૧૮૮થીરૂ.૨૧૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૨૫૫ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- સન ફાર્મા (૧૬૪૨ ) :-ફાર્મા સેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૬૯૦ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડેરૂ.૧૬૧૬થીરૂ.૧૬૦૬ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટાટા કોમ્યુનિકેશન્સ( ૧૪૪૩ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબટેલિકોમ – સેલ્યુલર એન્ડફિક્સ્ડ લાઇન સર્વિસસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૪આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૨૪થીરૂ.૧૪૦૪ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૦નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ (૯૮૨):- રૂ.૧૦૦૮આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૦૨૩નાસ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૬૦થીરૂ.૯૪૪નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૩૦ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.