ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ મથક વિસ્તારni સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાનો કેસ ચાલી તા અદાલત ધોરાજીની અદાલતે પીડીતાના મામાને 20 વર્ષની સજા અને દંડ ફટકારતો હુંકમ કર્યો છે. વધુ વિગત મુજબ પાટણવાવ પોલીસ મથક વિસ્તાર ની 17 વર્ષની સગીરા નું અપહરણ કરી દુષ્કર્મ ગુજારીયા અંગેની પીડીતાના વાલી એ અક્ષય ઉર્ફે અક્કી હીરામણ પવાર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પીડિતાને શોધી કાઢી અક્ષય ઉર્ફ કી પવારની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો બાદ તપાસનીશ દ્વારા ધોરાજી કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું. ધોરાજીની કોર્ટેમા કેસ ચાલતા બંને પક્ષોની રજૂઆત બાદ ભોગ બનનાર પોતાની મરજીથી આરોપી સાથે ગયેલા હતા અને મહારાષ્ટ્રમાં તેમના વતનમાં રોકાયેલા હતા. આવા સંજોગોમાં દુષ્કર્મનો કેસ સાબિત માની શકાય નહીં. સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય એમ પારેખે દલીલ કરેલી કે, ભોગ બનનાર ની 18 વર્ષની ઉંમર પૂર્ણ કરેલી નથી એટલે તેની સહમતી ની કોઈ એવિડન્ટ્રી વેલ્યુ નથી. ભોગ બનનારે પણ અદાલત સમક્ષ આ હકીકતને સમર્થન આપેલ છે. તપાસ કરનાર અધિકારી તરફથી સાયન્ટિફિક એપ્રોચ સાથે તપાસ કરેલી છે. પોક્સો એક્ટના પ્રબંધોને ધ્યાનમાં લેવામાં આવે અને કલમ 29 નું રિવર્સ પ્રિઝમશન ધ્યાને લેવામાં આવે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઈ એડિશનલ ડીસ્ટ્રીક્ટન્સ અલી હુસેન મોહીબુલા શેખ આરોપી અક્ષય ઉર્ફે અકી હીરા મન પવાર ને દુષ્કર્મોના કેસમા ૨૦ વર્ષની સજા તથા દંડ ફટકારતો હુકમ કર્યો છે.
Trending
- વાર્ષિક રાશિ ભવિષ્ય
- 22 ઓક્ટોબર નું પંચાંગ
- 22 ઓક્ટોબર નું રાશિફળ
- Pakistani Team માં વધુ એક બળવો, રિઝવાનને કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યો
- Afghanistan ટીમે ભારતનો પ્રવાસ જાહેર કર્યો છે. આ પ્રવાસમાં અફઘાનિસ્તાન ટીમ ત્રિકોણીય શ્રેણી રમશે
- બોલીવુડમાં અસરાનીના અવસાન પર શોક છવાઈ ગયો છે, Akshay Kumar
- મન્નતમાં દિવાળી પાર્ટી નહોતી; શાહરૂખ ખાને ખૂબ જ સાદગીથી તહેવાર ઉજવ્યો
- Priyanka Chopra કાકી બની, બહેન પરિણીતી ચોપરા અને સાળા રાઘવ ચઢ્ઢાને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપ્યા