New Delhi,તા.28
દુનિયાભરના 24 સુપર બિલિયોનેરની યાદીમાં ભારતના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામેલ છે. ગ્લોબલ વેલ્થ ઈન્ટેલિજન્સ ફર્મ અલ્ટ્રાટાએ આ લીસ્ટ તૈયાર કયુર્ં છે. ટેસ્લાના માલિક એલન મસ્ક આ યાદીમાં સૌથી ઉપર છે. તેમની કુલ સંપત્તિ 419.4 અબજ ડોલર છે. વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશીત લીસ્ટ અનુસાર અંબાણી 17માં અને અદાણી 21માં સ્થાને છે.
સંશોધનમાં જણાવાયું છે કે, હાલના વર્ષોમાં દુનિયાભરમાં અબજોપતિઓની સંખ્યા નાટકીય રીતે વધી છે. અલ્ટ્રા રિચની એક નવી શ્રેણી ઉભરી છે જેને સુપર બિલિયોનેટ કહેવામાં આવે છે. આ લોકો પાસે 50 અબજ ડોલર કે એથી વધુ સંપત્તિ છે. તેમની પાસે અબજોપતિઓની સંપત્તિનો 16 ટકા હિસ્સો છે.
સામાન્ય રીતે દુનિયામાં અમીર અને ગરીબ વચ્ચેના અંતરની ચર્ચા થતી હોય છે. પરંતુ અલ્ટ્રાટા સંશોધન બતાવે છે કે અબજોપતિઓની વસ્તીમાં પણ સંપતિનું મોટું અંતર હોય છે. અબજોપતિઓનું હંમેશાથી વધુ ધન પર કબજો રહે છે પણ હવે અબજોપતિઓ વચ્ચે પણ ધન મામલે અંતર જોવા મળે છે.
1987માં ફોર્બ્સએ અબજોપતિઓની પહેલી યાદી પ્રકાશિત કરી હતી. ત્યારે 140 વ્યકિતઓને સૂચિમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ બધા લોકોની કુલ સંપત્તિ 295 અબજ ડોલર હતી.
તે સમયે દુનિયાના સૌથી અમીર વ્યકિત થયા જાપાનના યોશિયાકી ત્સુત્સુમી હતા. તેમની સંપત્તિ 20 અબજ ડોલર હતી. આજે એલન મસ્ક પાસે 1987ના ધનવાનોની કુલ સંપત્તિ કરતા મસ્કની સંપત્તિ 419.4 અબજ ડોલર છે.
દુનિયાની સુપર બિલિયેનર વસ્તીમાં મોટા પ્રમાણમાં એવા ઉદ્યોગપતિઓ સામેલ છે, જેમણે ટેકનિકના ક્ષેત્રમાં મોટી કમાણી કરી છે. અથવા જેમના ઉદ્યોગને ટેકનિકલ પ્રગતિ દ્વારા નવા સ્તરોએ પહોંચાડવામાં આવ્યા છે.