Mumbai,તા.3
Mumbai High Courtએ એક આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, સ્પેશ્યલ મેરેજ એકટ અંતર્ગત જાહેર Marriage Certificate લગ્નનો નિર્ણાયક અને માન્ય પુરાવો છે. શરત એટલી કે Marriage Certificateને કોઈ કોર્ટ અને ઉપર્યુકત ઓથોરીટીએ રદ ન કર્યું હોય.
જસ્ટીસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટીસ ગિરીશ શેઠનાની બેન્ચે એક મહિલાને નવસેરથી Marriage Certificate ઈસ્યુ કરવા નિર્દેશ આપવાનો ઈન્કાર કર્યો છે. મહિલાનો પતિ વિદેશ રહે છે, એટલે તેમનાં લગ્ન સ્પેશ્યલ મેરેજ એકટ અંતર્ગત રજીસ્ટર થયા હતા.
જર્મની દુતાવાસે મહિલાના વિઝીટના આવેદનનો એ આધારે અસ્વીકાર કર્યો હતો. કારણ કે, Marriage Certificate ઈસ્યુ કરતી વખતે સ્પેશ્યલ મેરેજ એકટની જોગવાઈ પાંચનું પાલન નથી કરાયું.
ઉપર્યુકત જોગવાઈ અંતર્ગત લગ્ન પહેલા પતિ અથવા પત્નિમાંથી કોઈ એકને ભારતમાં સતત 30 દિવસ સુધી રહેવુ જરૂરી છે. જોકે મહિલાનાં મામલામાં ધારા પાંચનું પાલન નથી થયુ. એટલે તેનું સર્ટીફીકેટ અમાન્ય છે.
બેન્ચે કહેલુ-અનિયમીતતાનાં કારણે વિવાહ અમાન્ય ન થઈ જાય. મામલા સાથે સંકળાયેલ દંપતીના 23 નવેમ્બર 2023 ના લગ્ન થયા હતા. બેન્ચે કહ્યું હતું કે અમારા અભિપ્રાય મુજબ જોગવાઈ પાંચ અંતર્ગત વિવાહ સાથે સંકળાયેલ કોઈપણ પણ દ્વારા જોવામાં આવેલી અનિયમીતતાં ઓથોરીટી દ્વારા જાહેર Marriage Certificateનો અસ્વીકાર કરવાનો આધાર હોઈ શકે.
અનિયમીતતાથી વિવાદ અમાન્ય ન થઈ શકે. બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે સ્પેશ્યલ મેરેજ એકટ અંતર્ગત એકવાર જયારે યુગલને Marriage Certificate ઈસ્યુ થઈ જાય છે તો તે વિવાહનો માન્ય અને નિર્ણાયક પુરાવો બની જાય છે. જયારે ઓફીસર Marriage Certificate બુકમાં વિવાહને રજીસ્ટર કરી લે છે તો Marriage Certificate લગ્નનો નિર્ણાયક પુરાવો બની જાય છે.