તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હેલ્થી બ્રેન માટે ડેરીફુડ ખૂબ જ ઉપયોગી છે. દિમાગને સ્વસ્થ્ય રાખવામાં ડેરી પ્રોડક્ટ ઉપયોગી ભુમિકા અદા કરે છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ ૧૦૦૦ પુખ્ત વયના લોકોને આવરી લઇને આ અભ્યાસની પ્રવળત્તિ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે દૂધ, ચીઝ અને અન્ય ડેરી પ્રોડક્ટ દિમાગને હેલ્થી રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે. આ ઉપરાંત માનસિક રીતે દિમાગને મજબૂત રાખવામાં પણ ભુમિકા ભજવે છે. દરરોજ ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરતા લોકો માનસિક રીતે સ્વસ્થ અને મજબૂત રહે છે. ઇન્ટરનેશનલ ડેરી જરનલમાં પ્રકાશિત આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, ડેરી પ્રોડક્ટ, ફેટ્ટી ડાયટ વચ્ચે સીધો સંબંધ હોવાની બાબત જાણી શકાય નહીં.
અમેરિકામાં પણ આવા જ એક અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૦૪ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે ડેરીફુડ આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. જરનલ ઓફ અમેરિકન એકેડમી ઓફ ન્યુરોલોજીમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, લોકોના લોહીમાં જુદા જુદા ફેટના સ્તરની ગણતરી કરવામાં આવી હતી. ફેટના સ્તરનું પ્રમાણ માપવામાં આવ્યા બાદ પણ કેટલાક તારણો જાણી શકાયા હતા. વૈજ્ઞાનિકોનો દાવો છે કે દિમાગમાં ૬૦ ટકા ફેટની રચના રહે છે. બ્રેનના સેલમાં ફેટનું પ્રવાણ પહેલાથી જ રહે છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના સંશોધકો દ્વારા કરવામાં આવેલા નવા અભ્યાસને લઇને કેટલાક નિષ્ણાંતો સહમત નથી. પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોએ ડેરી પ્રોડક્ટ હેલ્થી બ્રેન માટે ઉપયોગી છે તેવા તારણોને સમર્થન આપે છે. આ અંગે વધુ નક્કર પુરાવા આપવા માટે આગામી દિવસોમાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો વધુ અભ્યાસ કરનાર છે.