Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બે લોકોની સરખામણી કરવી મૂર્ખતા છે’, શમિતાએ બહેન Shilpa Shetty સાથેની સરખામણી પર વાત કરી

    August 29, 2025

    છૂટાછેડા પછી ઘરે પહોંચ્યો ભૂતપૂર્વ પતિ, અભિનેત્રીએ તિલક લગાવીને સ્વાગત કર્યું

    August 29, 2025

    R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો

    August 29, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બે લોકોની સરખામણી કરવી મૂર્ખતા છે’, શમિતાએ બહેન Shilpa Shetty સાથેની સરખામણી પર વાત કરી
    • છૂટાછેડા પછી ઘરે પહોંચ્યો ભૂતપૂર્વ પતિ, અભિનેત્રીએ તિલક લગાવીને સ્વાગત કર્યું
    • R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો
    • Ranveer-Deepika ગણપતિ ઉત્સવમાં પહોંચ્યા, ’દેવ શ્રી ગણેશ’ પર નાચ્યો
    • Asia Cup માટે ભારતીય ટીમને ૪ સપ્ટેમ્બર સુધીમાં દુબઈ પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો
    • Devdutt Paddikkal ની ટીમનું ટાઇટલનું સ્વપ્ન ચકનાચૂર, શ્રેયસ ગોપાલની ટીમે જીત મેળવી
    • ૨૧ વર્ષીય બેટ્‌સમેન Danish Malevar બેવડી સદી ફટકારીને ધમાલ મચાવી
    • 30 ઓગસ્ટ નું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»ભારતીય સ્ત્રીઓ પણ ધૂમ્રપાનના રવાડે!
    લેખ

    ભારતીય સ્ત્રીઓ પણ ધૂમ્રપાનના રવાડે!

    Vikram RavalBy Vikram RavalMarch 3, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિશ્વની અંદર જો સભ્ય અને સંસ્કૃતિ વિશે વાત કરવામાં આવે તો ભારતનું નામ અવશ્ય હોઠોં પર આવે છે. ભારતની મહાન સંસ્કૃતિ અને તેનો ઈતિહાસ એટલો બધો ભવ્ય છે કે, તેના વિશે કંઈ પણ બોલતાં પહેલા થોડોક વિચાર કરવો પડે છે. જ્યાં સદીઓથી દેવતાઓની સાથે સાથે સ્ત્રીઓની પણ પૂજા થતી આવી છે. જ્યાં સાવિત્રી, સીતા જેવી સતીઓ થઈ ગઈ તો બીજી તરફ રાણી લક્ષ્મીબાઈ જેવી નિડર અને મહાન યોદ્ધાઓ પણ જન્મ લઈ ચૂકી છે.

    આજે વર્તમાન પત્રના પન્ના ઉથલાવતી વેળાએ મારી નજર એક સર્વેક્ષણ પર પડી. જેનું મથાળું વાચીને તો બે મિનિટ માટે તો વિશ્વાસ પણ ન આવ્યો. તેમા મોટા અક્ષરે લખ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ધૂમ્રપાન કરતી મહિલાઓની યાદીમાં ભારત ત્રીજા સ્થાને છે. આ લેખને આગળ વાંચતાં મે જાણ્યું કે, તાજેતરમાં દુનિયાના ૨૦ દેશોમાં એ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ધુમપ્રાન કરતી મહિલાઓની સંખ્યા કેટલી?

    લેખમાં અભ્યાસ દરમિયાન બહાર પડેલા આંકડાઓ પણ દર્શાવામાં આવ્યાં હતાં જેમાં યુસેસમાં ૨.૩ કરોડ મહિલાઓ ચીનમાં ૧.૩ કરોડ મહિલાઓ ઘુમ્રપાનની આદતી હોવાનું લખ્યું હતું. આ યાદીમાં આપણો દેશ ભારત પણ અચૂક પણે શામેલ હતો. વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ ચીન બાદ બીજું સ્થાન ધરાવનારો આપણો દેશ આ યાદીમાં માત્ર એક ડગલું જ પાછળ ખસ્યો. એટલે કે તેણે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. પડોશી દેશ પાકિસ્તાનનો પણ ઉલ્લેખ અહીં કરવામાં આવેલો જ્યાં આશરે ૩૦ લાખ જેટલી મહિલાઓ પોતાનો મોટાભાગનો સમય ધૂમાડા ફૂંકવામાં પસાર કરે છે.

    અમેરિકાની કેંસર સોસાયટી અને વર્લ્ડ લંગ ફાઉંડેશન દ્વારા કરાયેલા આ સર્વેક્ષણમાં એવું તારણ બહાર આવ્યું હતું કે,ભારત દેશની અંદર ધૂમ્રપાન કરનારી મહિલાનો ગ્રાફ દિન-પ્રતિદિન વધતો જાય છે. એક તરફ આંકડો વધી રહ્યો છે તો બીજી બાજુ તેઓનું આયુષ્ય ઘટી રહ્યું છે.

    સર્વેક્ષણ દર્શાવેલું કે, ભારત દેશમાં ઘ્રુમપાન કરનારી મહિલાઓ અન્ય મહિલાઓની તુલનાએ ૮ વર્ષ પહેલા મૃત્યુ પામે છે. સાચે જ આ વિચારવા જેવો વિષય છે. કારણ કે, દેશમાં એક તરફ ભ્રુણ હત્યાના કેસો (ખાસ કરીને દિકરીઓ) નો ગ્રાફ વધતો જાય છે અને બીજી બાજું મહિલાઓ આ ગંભીર બીમારીમાં સપડાઈને તેમના નિયત સમય પૂર્વે મરી રહી છે જો આવું જ ચાલતું રહ્યું તો એ સમય દૂર નથી જ્યારે આ પૃથ્વી માત્ર અને માત્ર પુરૂષોથી જ ભરેલી જોવા મળશે.

    ઘ્રુમપાને વિશ્વની અર્થવ્યવસ્થા પર પણ ગંભીર અસર પહોંચાડી છે દરરોજ આખા વિશ્વની અંદર લગભગ ૨૫૦ મિલિયન મહિલાઓ ઘ્રૂમપાનની આદિ છે જેમાં ૨૨ ટકા મહિલાઓ સમૃદ્ધ દેશોની તથા ૯ ટકા મહિલાઓ મધ્યમ અને નીચલા વર્ગના દેશોમાંથી આવે છે.આજની આ ઝાકમઝાળ ભરેલી જીંદગી દુનિયાની સાથે તાલમેળ મેળવવાની લાલચમાં પુરૂષોની સાથે સાથે સ્ત્રીઓમા પણ ટેંશન અને તેને લીધે થતી કેટલીયે બિમારીઓએ ઘર કરી લીધું છે. ઘણી મહિલાઓ આ ટેંશનને દૂર કરવા માટે ધ્યાન અને યોગ જેવા સારા રસ્તાઓ શોધવાના બદલે ખોટા માર્ગે વળી જાય છે. તેઓ પણ પુરૂષોની જેમ સીગારેટ અને દારૂનું સેવન કરવા લાગી ગઈ છે.

    તેઓ જાણતી નથી કે, સતત ધૂમ્રપાન કરવાના કારણે તેમની પ્રજનન ક્ષમતા પર પણ ખરાબ અસર પહોંચી શકે છે. સગર્ભા મહિલાઓ જો ઘુમ્રપાનની આદતી હોય તો તેના આવનારા બાળકના ફેફસાં પર ખરાબ અસર પડે છે, ક્યારેક ક્યારેક સમય પૂર્વે બાળકનો જન્મ થવાની અથવા ગર્ભપાત થઈ જવાની શક્યતાઓ વધી જાય છે. જો તેઓને પોતાનું ટેંશન દૂર કરવું જ હોય તો તે ભારતની સૌથી અને સારી પદ્ધતિ- ’યોગ અને પ્રાણાયામને કેમ અપનાવતી નથી ? .

    સર્વેક્ષણ અનુસાર સ્મોકિંગના કારણે દર વર્ષે આશરે ૬ લાખ જેટલા લોકો મૃત્યુની આગમાં ભોકાઈ જાય છે જે વિશ્વમાં કેન્સરથી મરનારા લોકોની સંખ્યાનો ત્રીજો ભાગ છે. અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, માત્ર એકલા ઘૂમ્રપ્રાનના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આશરે ઇં૫૦૦ બિલિયન જેવી જંગી રકમ ખર્ચાઈ જાય છે.

    આજકાલ ઘણી મહિલાઓ તો હાઈ પ્રોફેશનલ સમાજની હોવાનો દેખાડો કરતાં એકબીજાની દેખાદેખીમાં પણ આવા બધા શોખ રાખતી હોય છે. સીગારેટ પીવી અને દારૂ પીવો તેમના મતે કોઈ ખોટી વાત નથી ઉલ્ટાનું આવું કરવામાં તેમને ગર્વ અનુભવાય છે.

    તંબાકુ બનાવનારી કંપનીઓ પણ મહિલાઓની આ નબળાઈને ધ્યાનમાં રાખીને આજકાલ જાહેરાતોમાં કૈફી દ્વવ્યોના વેચાણ માટે પુરૂષોને બદલે સ્ત્રીઓનો ઉપયોગ કરવા લાગી છે. જેને જોઈને મહિલાઓ પ્રલોભાય છે. ધીરે ધીરે તંબાકુ નામનો આ રાક્ષસ તેમને નીચવતો જાય છે અને અંતે જ્યારે તેઓને પોતાની ભૂલ સમજાય છે ત્યારે ઘણું જ મોડું થઈ ચૂક્યું હોય છે. માટે પાણી પહેલા પાળ બાંધી લો અને ઘ્રૂમપાનને છોડી દો.. પ્લીસ નો સ્મોકિંગ !

    Smoking
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…ભારતની તૈયારી, ટ્રમ્પના ટેરિફનો ઉકેલ શું છે?

    August 29, 2025
    લેખ

    ભારતની શક્તિ અને દરેક વૈશ્વિક ભાગીદારીનું ભવિષ્ય-લોકશાહી,વસ્તી અને કુશળ કાર્યબળનો સંગમ

    August 28, 2025
    લેખ

    વૈશ્વિક સ્વાર્થી રાજકારણનું સૌથી મોટું ઉદાહરણ 2022,Russia-Ukraine war અને ટ્રમ્પ ટેરિફ નીતિ

    August 28, 2025
    લેખ

    Editorial…ટેરિફ પછી,એચ-૧બી વિઝા નાબૂદ કરવા માટે વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે

    August 28, 2025
    લેખ

    Vision 2047 આત્મનિર્ભર ભારતમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે

    August 28, 2025
    ધાર્મિક

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ ભાગ-21

    August 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બે લોકોની સરખામણી કરવી મૂર્ખતા છે’, શમિતાએ બહેન Shilpa Shetty સાથેની સરખામણી પર વાત કરી

    August 29, 2025

    છૂટાછેડા પછી ઘરે પહોંચ્યો ભૂતપૂર્વ પતિ, અભિનેત્રીએ તિલક લગાવીને સ્વાગત કર્યું

    August 29, 2025

    R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો

    August 29, 2025

    Ranveer-Deepika ગણપતિ ઉત્સવમાં પહોંચ્યા, ’દેવ શ્રી ગણેશ’ પર નાચ્યો

    August 29, 2025

    Asia Cup માટે ભારતીય ટીમને ૪ સપ્ટેમ્બર સુધીમાં દુબઈ પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો

    August 29, 2025

    Devdutt Paddikkal ની ટીમનું ટાઇટલનું સ્વપ્ન ચકનાચૂર, શ્રેયસ ગોપાલની ટીમે જીત મેળવી

    August 29, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બે લોકોની સરખામણી કરવી મૂર્ખતા છે’, શમિતાએ બહેન Shilpa Shetty સાથેની સરખામણી પર વાત કરી

    August 29, 2025

    છૂટાછેડા પછી ઘરે પહોંચ્યો ભૂતપૂર્વ પતિ, અભિનેત્રીએ તિલક લગાવીને સ્વાગત કર્યું

    August 29, 2025

    R Madhavan લેહમાં ફસાયા હતા,તેમણે ૧૭ વર્ષ પહેલા પણ એ જ સમસ્યાનો સામનો કર્યો હતો

    August 29, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.