આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર શહેરના અલગ અલગ ત્રણ સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી.જેમાં પ્રથમ રાત્રિના ૧.૨૫ કલાકે શહેરના ભીલવાડા સર્કલ પાસે પાર્ક કરવામાં આવેલી અજ્ઞાાનભાઈ સદીકભાઈ શેખની માલિકીની કાર નંબર જીજે ૦૧ એચએ ૦૦૯૨ માં અચાનક આગ ભભુકી ઉઠી હતી.આગ લાગ્યાનો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.અને સ્થાનિકોની મદદ વડે આગ પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી.આગ લાગવાનું કારણ અને નુકશાની જાણવા મળી નથી.જ્યારે બીજા બનાવમાં વહેલી સવારના સમયે શહેરના જૂના બંદર રોડ પર આવેલ ભોતેશભાઈ અમૃતભાઈ ઝાલાવાડિયાની માલિકીના અંબિકા પ્લાસ્ટિકના નામના પ્લાસ્ટિકના દોરડા બનાવવાના કારખાનામાં આગ ભભુકી ઉઠી હતી.કારખાનામાં દોરડા બનાવવા માટે પ્લાસ્ટિક નો જથ્થો પડયો હોય જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગ લાગ્યાંનો સંદેશો મળતા ફાયર સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગ પર બે ગાડી પાણીનો છંટકાવ કરી આગને બુઝાવી દીધી હતી.આગમાં પ્લાસ્ટિકના દોરડા અને દોરડા બનાવવાનું મટીરિયલ ખાક થઈ જવા પામ્યું હતું.આગ લાગવાનું કારણ અને નુકશાની જાણવા મળી નથી.ત્રીજા બનાવમાં ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આવેલા ઝાડમાં આગ ભભુકી ઉઠી હતી.આગ લાગ્યા નો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને આગ પર પાણી છાંટી આગને કાબૂમાં લીધી હતી.
Trending
- 14 ઓગસ્ટ નું પંચાંગ
- 14 ઓગસ્ટ નું રાશિફળ
- રાજ્યમાં કુલ રૂ. ૧,૪૭૮ કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ ધરાવતા ૨૨ મોટા એકમોની અરજીઓ મંજૂર
- Limkheda ની એક શાળામાં એલસી કાઢવા માટે ૫૦૦૦ રુપિયાની લાંચ મંગાઈ
- Valsad માં કપરાડા તાલુકા પંચાયતની સભા બની તોફાની, કોંગ્રેસી સભ્યનું ’રોટલી’ સાથે વિરોધ પ્રદર્શન
- Nifty Future ૨૪૮૮૦ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- Prahar Janshakti Party ના સ્થાપક અને ભૂતપૂર્વ ધારાસભ્ય બચ્ચુ કડુને ૩ મહિનાની જેલ