Rajkot,તા.03
ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગામી તારીખ ૦૮ ને શનીવારના રોજ ફેમીલી કોર્ટ ખાતે વર્ષ ૨૦૨૫ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવશે.સને ૨૦૨૫ ના વર્ષની રાષ્ટ્રીય લોક અદાલતને સફળ બનાવવા માટે ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ બી.એસ.૫રમાર ની દેખરેખમા ફેમીલી કોર્ટ અને તાલુકા ફેમીલી કોર્ટોમા ચાલતા ભરણપોષણને લગતા કેસો તથા લગ્ન જીવનના તકરારી કેસો રાષ્ટ્રીય લોક અદાલતમા મુકવામા આવશે. રાષ્ટ્રીય લોક અદાલતમા વકીલો અને કાઉન્સેલર ફેમીલી કોર્ટ ધ્વારા પક્ષકારોનુ કાઉન્સેલીંગ કરવામા આવશે અને પક્ષકારો વચ્ચે ચાલતી તકરારોનુ સત્વરે નિરાકરણ લાવવા પુરતા પ્રયત્નો કરવામા આવશે તથા પક્ષકારોને ઝડપી ન્યાય મળે અને તેમના કેસોનો ઝડપથી નિકાલ થાય તેવા પુરતા પ્રયત્નો કરવામા આવશે.જેથી રાજકોટ જીલ્લાની ફેમીલી કોર્ટોમા ચાલતા કેસોના પક્ષકારોને આ રાષ્ટ્રીય લોક અદાલતમા હાજર રહેવા તથા લોક અદાલત સંબંધી માહીતી મેળવવા માટે લીગલ શાખા ફેમીલી કોર્ટ રાજકોટનોસંપર્ક કરવા જણાવવામા આવેલ છે.