પીડિતાના પતિ ગુનાના કામે જેલમાં હોય ત્યારે એકલતાનો
લાભ લઇ માતા – પુત્રી સાથે આચર્યું કૃત્ય
Rajkot,તા.03
શહેરમાં રહેતી પરણીતા ઉપર દુષ્કર્મ ગુજારી અને તેની ત્રણ વર્ષની પુત્રીને અડપલા કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા શખ્સની જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં રહેતી પરણીતાનો પતિ ગુનાના કામે જેલમાં હતો. ત્યારે કરણ બાદલભાઈ ડબગીર (રહે ઘંટેશ્વર 25 વારીયા જામનગર રોડ રાજકોટ) વાળાએ ગત તારીખ 2-2-2025 ના રોજ દુષ્કર્મ ગુજારી અને તેની ત્રણ વર્ષની પુત્રી ને અડપલા કર્યા અંગેની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે કરણ બાદલભાઈ ડબગીર ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. જેલમાં રહેલ કરણ ડબગીરએ જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જામીન અરજી સુનાવણી પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે સરકારી વકીલ મુકેશ પીપળીયા હાજર રહેલો અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે અને આરોપીએ સ્ત્રી ઉપર દુષ્કર્મ તથા બાળકી સાથે અડપલા કર્યા નો ગંભીર ગુનો આરોપી સામે નોંધાયેલા છે. ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં. જો તેને જામીન આપવામાં આવશે તો તેને કાયદાનો કોઈ ડર રહેશે નહીં અને ફરી આવા ગુના આચરશે તેથી આરોપીની જામીન અરજી રદ કરવા દલીલ કરી હતી.તે રજૂઆત ધ્યાને લઈ સેશન્સ જજ પી જે તમાકુવાળા જામીન અરજી રદ કરી છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા