શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા ચંદ્રેશ નગર શેરી નંબર 2માં પ્રેમ સંબંધની શંકાએ યુવકની છરીના ઘા ઝીંકી હત્યા નીપજવાના ગુનામાં જેલ હવાલે રહેલા આશિષ ઉર્ફે પુગો ટાક નામના શખ્સની ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતે મંજૂર કરી છે. વધુ વિગત મુજબ શહેરના ચંદ્રેશ નગર વિસ્તારમાં આવેલ ચામુંડા નગર શેરી નંબર 2 માં રહેતા કમલેશભાઈ વિનોદભાઈ રાઠોડ નામના યુવાનની નિલેશ વાઘેલા અને આશિષ ઉર્ફે પુગો ટાંક સહિત બંને શખ્સે છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નીપજાવીયાની માલવીયા નગર પોલીસ મથકમાં મૃતક કમલેશભાઈ ના માતા પારૂલબેન વિનોદભાઈ રાઠોડની ફરિયાદ પરથી બંને શખ્સ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. બાદ નિલેશ વાઘેલાની પત્નીને મૃતક કમલેશભાઈ સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકાએ ઢીમ ઢાળી દીધું હતું .તપાસ પૂર્ણ થતા પોલીસે બંને શખ્સ જેલ હવાલે કર્યા હતા. બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું બાદ જેલ હવાલે રહેલા આશિષ ઉર્ફે ફુંગો ટાંક નામના શકશે જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચ્ચાઓ પક્ષના એડવોકેટ પરેશભાઈ ચંદારાણા દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ધ્યાને અદાલતે આરોપી આશિષ ઉર્ફે પુગો ટાકની જામીન અરજી મંજૂર કરતો હુકમ કર્યો છે બચાવ પક્ષે એડવોકેટ તરીકે ધારાશાસ્ત્રી પરેશ કનૈયાલાલ ચંદારાણા રોકાયા છે.
Trending
- Junagadh:આંતરકોલેજ ખો-ખો સ્પર્ધામાં ઘોડાસરા કોલેજ રનર્સઅપ
- Junagadh: ડો.સુભાષ મહિલા કોલેજની છાત્રાઓ દ્વારા PMને 700થી વધુ પોસ્ટકાર્ડ લખાયા
- Junagadh: નોબલ યુનિ.ના છાત્રોનું કલામહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
- Surendranagar: સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા
- Surendranagar:ગાયનેકના ગોરખધંધા-મહિલા તપાસ વિભાગમાંથી વપરાશ થયેલા કોન્ડોમ મળી આવ્યા
- Surendranagar: લીંબડીમાં સસ્તા ભાવે કાર ખરીદીમાં છેતરપીંડી
- Surendranagar: ધજાળા પોલીસે દેશી દારૂનો આથો ઝડપી લીધો
- Surendranagar: અગરીયાઓને મીઠાનો ટેકાનો ભાવ નકકી કરવો જરૂરી