Morbi,તા.04
સાપર ગામની સીમમાં XUV કાર ઉભી હતી ત્યારે કન્ટેનર ચાલકે કારને ઠોકર મારી હતી જે અકસ્માતમાં કારમાં નુકશાન થતા બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધાઈ છે
અમદાવાદ વૈભવપાર્ક સોસાયટીમાં રહેતા ચિંતન જયેશભાઈ રાઠોડ (ઉ.વ.૩૭) વાળાએ ટ્રક કન્ટેનર જીજે ૧૨ બીડબલ્યુ ૮૩૩૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 03 માર્ચના રોજ ફરિયાદી ચિંતનભાઈ પોતાની કાર જીજે ૨૭ ઇસી ૫૫૯૨ સાપર ગામની સીમમાં રોડ પર ઉભી રાખી હતી ત્યારે ટ્રક કન્ટેનર ચાલકે કારને પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં કારમાં નુકશાન પહોંચાડ્યું છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે