Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virat Kohli એ અંતિમ મેચમાં 74 રન ફટકારી સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડ્યો

    October 27, 2025

    Weightlifter Preeti Smithaએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો,યુથ એશિયન રમતગમતમાં ગોલ્ડ મેડલ જીત્યો

    October 27, 2025

    ઓસ્ટ્રેલિયામાં Rohit Sharma નો લાજવાબ પરફોર્મન્સથી ટીકાકારોની બોલતી બંધ

    October 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virat Kohli એ અંતિમ મેચમાં 74 રન ફટકારી સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડ્યો
    • Weightlifter Preeti Smithaએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો,યુથ એશિયન રમતગમતમાં ગોલ્ડ મેડલ જીત્યો
    • ઓસ્ટ્રેલિયામાં Rohit Sharma નો લાજવાબ પરફોર્મન્સથી ટીકાકારોની બોલતી બંધ
    • Britain માં ભારતીય મૂળની વધુ એક મહિલા પર દુષ્કર્મની ઘટના બહાર આવી
    • Mahuva માં મુશળધાર 11.5 ઇંચ : સૌરાષ્ટ્રમાં ચોમાસુ માહોલ
    • TV and films નાં મશહુર કોમેડીયન-ચરિત્ર અભિનેતા સતીષ શાહનું શનિવારે નિધન થયુ
    • Ayodhya Ram temple પર 25મી નવેમ્બરે PM મોદી 22 ફૂટ લાંબી-નવ ફૂટ પહોળી ધજા ફરકાવશે
    • છેડતી માટે ઓસિઝની મહિલા ક્રિકેટરોનો જ વાંક : BJP minister નું વિવાદાસ્પદ વિધાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Champions Trophy ના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને પરાસ્ત કરીને ભારતે 12 વર્ષે ‘ટાઈટલ’ જીત્યુ
    ખેલ જગત

    Champions Trophy ના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને પરાસ્ત કરીને ભારતે 12 વર્ષે ‘ટાઈટલ’ જીત્યુ

    Vikram RavalBy Vikram RavalMarch 10, 2025Updated:March 10, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dubai,તા.10
    ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને પરાસ્ત કરીને ભારતે 12 વર્ષે ‘ટાઈટલ’ જીત્યુ હતું. જયારે 25 વર્ષે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ફાઈનલમાં હરાવીને બદલો લીધો હતો.

    સ્પીન ચોકડીની કમાલ તથા ત્યારબાદ બેટરોના મહત્વપૂર્ણ યોગદાનના સહારે ભારતે ચાર વિકેટે જીત હાંસલ કરી લીધી હતી. સળંગ બે આઈસીસી ટ્રોફી જીતવાનું ગૌરવ હાંસલ કર્યુ હતું. ફાઈનલની સાથોસાથ સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન અનેકવિધ રેકોર્ડ પણ સર્જાયા હતા.

    ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં વધુ એક વખત ટોસ ગુમાવનાર ભારતે વરૂણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા તથા અક્ષર પટેલની સ્પીન ચોકડીની મદદથી ન્યુઝીલેન્ડને નિયંત્રણમાં રાખ્યુ હતું.

    પ્રથમ દાવ લેનાર ન્યુઝીલેન્ડ 251 રન કરી શકયુ હતું. આક્રમક શરૂઆત કર્યા બાદ વરૂણ ચક્રવર્તીએ પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ કુલદીપે ઉપરાઉપરી બે વિકેટ ખેડવીને કમ્મર તોડી નાખી હતી.

    મિચેલ અને બ્રેસવેલે અર્ધી સદી ફટકારીને કિવીઝને માનભર્યા જુમલે પહોંચાડયુ હતું. ભારત તરફથી વરૂણ અને કુલદીપે બે-બે તથા રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શામીએ એક-એક વિકેટ ઝડપી હતી.

    252 રનનો જુમલો ચેઝ કરવા ઉતરેલ ભારતીય કપ્તાન રોહિત શર્મા તથા ઉપકપ્તાન શુભમન ગીલની જોડીએ પ્રથમ વિકેટમાં 105 રનની ભાગીદારી કરી લીધી હતી, ત્યારે ગીલ, કોહલી અને રોહિતની ઉપરાઉપરી વિકેટ પડતા ‘વન સાઈડેડ’ લાગતો મેચ રોમાંચક બની ગયો હતો.

    શ્રેયસ ઐય્યર તથા અક્ષર પટેલે બાજી સંભાળીને ભારતને જીતની નજીક પહોંચાડયું હતું ત્યારે તે બન્ને પણ આઉટ થયા હતા. રાહુલ અને હાર્દિક કેટલાક શોટ ફટકાર્યા હતા. હાર્દિક આઉટ થયો ત્યારે ભારત જીતની ઘણુ સમીપ આવી ગયુ હતુ.

    રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ખુટતા રન બનાવીને ભારતને જીત અપાવી દીધી હતી. રવિન્દ્ર જાડેજાએ વિજયી ચોકો ફટકાર્યો હતો. 49 ઓવરમાં વિજય હાંસલ થતાની સાથે જ ભારતીય છાવણી ઉપરાંત દુબઈના આખા સ્ટેડીયમમાં અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી.

    જોરદાર આતશબાજી સાથે આનંદની છોળો ઉડી હતી. ખેલાડીઓએ મેદાન પર જ સેલીબ્રેશન કર્યુ હતું. સ્ટેડિયમમાં તિરંગા ફરકયા હતા અને વંદેમાતરમની ગુંજ ઉઠી હતી. ભારતના યાદગાર વિજયને અભૂતપૂર્વ રીતે વધાવવામાં આવતો હતો.

    ટુર્નામેન્ટમાં શ્રેષ્ટ બેટર-બોલર

    બેટર
    રચીન (કિવીઝ)- 263 રન (4 ઈનિંગ)
    શ્રેયસ (ભારત)- 243 રન (5 ઈનિંગ)
    ડકેટ (ઈંગ્લેન્ડ)- 227 રન (3 ઈનિંગ)

    બોલર
    મેટ હેનરી (કિવીઝ)- 10 વિકેટ (4 ઈનિંગ)
    વરૂણ ચક્રવર્તી (ભારત)- 9 વિકેટ (3 ઈનિંગ)
    મોહમ્મદ શમી (ભારત)- 9 વિકેટ (5 ઈનિંગ)

    રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે સળંગ બીજી આઈસીસી ટુર્નામેન્ટમાં જીત મેળવી છે. દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બન્યા પુર્વે ગત જુનમાં ભારતે ટી20 વર્લ્ડકપમાં જીત મેળવી હતી.

    ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જતી છે. આ પુર્વે 2013માં ધોનીના નેતૃત્વમાં વન-ડેમાં વિશ્વવિજેતા બન્યુ હતું. 2002માં ભારત-શ્રીલંકા સંયુક્ત વિજેતા બન્યા હતા.

    ટુર્નામેન્ટમાં એક ઈનિંગમાં 362 રનનો સર્વોચ્ચ સ્કોર બન્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેના બીજી સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડે 6 વિકેટે 362 રન બનાવ્યા હતા જે ટુર્નામેન્ટના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે. આ મેચમાં રચીન તથા વિલીયમ્સન બન્નેએ સદી ફટકારી છે.

    ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ભારતે યાદગાર જીત હાંસલ કરી છે. એકથી વધુ વખત રસપ્રદ-રોમાંચક તબકકામાં આવી ગયેલા આ મેચનો ટર્નિંગ પોઈન્ટ રચીન રવિન્દ્ર તથા કેન વિલિયમસનની વિકેટ બની હતી.

    રચીને ટુર્નામેન્ટમાં બે સદી ફટકારી હતી અને ફુલ ફોર્મમાં હતો. વિલીયમ્સનને સ્પીન એટેક સામે રમવાનો બહોળો અનુભવ હતો. બન્ને વ્હેલા આઉટ થતા તે ટર્નીંગ પોઈન્ટ બન્યો હતો. બન્નેને કુલદીપે જ આઉટ કર્યા હતા.

    Champions Trophy final India won the 'title'
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Virat Kohli એ અંતિમ મેચમાં 74 રન ફટકારી સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડ્યો

    October 27, 2025
    ખેલ જગત

    Weightlifter Preeti Smithaએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો,યુથ એશિયન રમતગમતમાં ગોલ્ડ મેડલ જીત્યો

    October 27, 2025
    ખેલ જગત

    ઓસ્ટ્રેલિયામાં Rohit Sharma નો લાજવાબ પરફોર્મન્સથી ટીકાકારોની બોલતી બંધ

    October 27, 2025
    સૌરાષ્ટ્ર

    Mahuva માં મુશળધાર 11.5 ઇંચ : સૌરાષ્ટ્રમાં ચોમાસુ માહોલ

    October 27, 2025
    મનોરંજન

    TV and films નાં મશહુર કોમેડીયન-ચરિત્ર અભિનેતા સતીષ શાહનું શનિવારે નિધન થયુ

    October 27, 2025
    રાષ્ટ્રીય

    Ayodhya Ram temple પર 25મી નવેમ્બરે PM મોદી 22 ફૂટ લાંબી-નવ ફૂટ પહોળી ધજા ફરકાવશે

    October 27, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Virat Kohli એ અંતિમ મેચમાં 74 રન ફટકારી સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડ્યો

    October 27, 2025

    Weightlifter Preeti Smithaએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો,યુથ એશિયન રમતગમતમાં ગોલ્ડ મેડલ જીત્યો

    October 27, 2025

    ઓસ્ટ્રેલિયામાં Rohit Sharma નો લાજવાબ પરફોર્મન્સથી ટીકાકારોની બોલતી બંધ

    October 27, 2025

    Britain માં ભારતીય મૂળની વધુ એક મહિલા પર દુષ્કર્મની ઘટના બહાર આવી

    October 27, 2025

    Mahuva માં મુશળધાર 11.5 ઇંચ : સૌરાષ્ટ્રમાં ચોમાસુ માહોલ

    October 27, 2025

    TV and films નાં મશહુર કોમેડીયન-ચરિત્ર અભિનેતા સતીષ શાહનું શનિવારે નિધન થયુ

    October 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virat Kohli એ અંતિમ મેચમાં 74 રન ફટકારી સચિન તેન્ડુલકરનો રેકોર્ડ તોડ્યો

    October 27, 2025

    Weightlifter Preeti Smithaએ વિશ્વ રેકોર્ડ બનાવ્યો,યુથ એશિયન રમતગમતમાં ગોલ્ડ મેડલ જીત્યો

    October 27, 2025

    ઓસ્ટ્રેલિયામાં Rohit Sharma નો લાજવાબ પરફોર્મન્સથી ટીકાકારોની બોલતી બંધ

    October 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.