Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Uttar Pradesh: ભોજનમાં નમક ઓછું પડતાં પતિએ પત્નીને છત પરથી ફેંકી દીધી : મોત

    July 5, 2025

    હારનો ભય : Ben Stokes DRS અંગે અમ્પાયર પર ગુસ્સો કાઢ્યો!

    July 5, 2025

    Englandના 6 ખેલાડીઓ શૂન્યમાં આઉટ, બેની દોઢ સદી : ભારતની કુલ 244 રનની લીડ

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Uttar Pradesh: ભોજનમાં નમક ઓછું પડતાં પતિએ પત્નીને છત પરથી ફેંકી દીધી : મોત
    • હારનો ભય : Ben Stokes DRS અંગે અમ્પાયર પર ગુસ્સો કાઢ્યો!
    • Englandના 6 ખેલાડીઓ શૂન્યમાં આઉટ, બેની દોઢ સદી : ભારતની કુલ 244 રનની લીડ
    • 5 જુલાઈનું રાશિફળ
    • 5 જુલાઈનું પંચાંગ
    • Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ૧૦૩મો આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ૫ જુલાઈ ૨૦૨૫
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»આતંકી ષડયંત્રને કારણે હોળી, રમઝાન, રામનવમી પર Ayodhya માં વિશેષ તકેદારી રાખવામાં આવશે
    અન્ય રાજ્યો

    આતંકી ષડયંત્રને કારણે હોળી, રમઝાન, રામનવમી પર Ayodhya માં વિશેષ તકેદારી રાખવામાં આવશે

    Vikram RavalBy Vikram RavalMarch 10, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya,તા.10

    રામ મંદિર પર હુમલો કરવાનાં ષડયંત્રમાં આરોપીઓની ધરપકડ બાદ હવે ચૈત્ર રામ નવમી પર અહીં આવનારાં સંભવિત 30 લાખ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પ્રશાસન એલર્ટ મોડ પર છે. હોળી, રમજાન અને રામનવમીના તહેવારોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ તકેદારી લેવાનું શરૂ કર્યું છે.

    આ સાથે જ રામ મંદિર ટ્રસ્ટ દ્વારા રામનવમી પર આવનારાં શ્રદ્ધાળુઓના સરળ અને સુવિધાજનક દર્શનની વ્યવસ્થા કરવા માટે પોતાની યોજના મુજબની કામગીરી શરૂ કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ રામનવમી પહેલાં મંદિરનાં પહેલાં માળે રામ દરબારની મૂર્તિઓ સ્થાપિત કરવા માંગે છે.

    જયપુરમાં ભગવાન રામ, માતા જાનકી અને ત્રણેય ભાઈઓની મૂર્તિઓનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે, જેને ટૂંક સમયમાં અયોધ્યા લાવવામાં આવશે.

    મહાકુંભની દોઢ મહિના સુધી ચાલેલી ભીડ વ્યવસ્થામાંથી બહાર આવ્યાં બાદ હવે મંદિર ટ્રસ્ટને ભારે વ્યવસ્થિત મેનેજ કરવાની મુશ્કેલીઓને સમજવાનો નવો અનુભવ થયો છે. જેને પહોંચી વળવા મંદિર ટ્રસ્ટ વ્યવસ્થામાં ફેરફાર કરી રહ્યું છે.

    ચૈત્ર રામ નવમી પર ભગવાન રામની જન્મ જયંતિની પૂર્ણ ભવ્યતા સાથે ઉજવણી કરવા માટે લાખો ભક્તોને સુલભ અને સુવિધાજનક દર્શનની યોજના પર કામ શરૂ થઈ ગયું છે. મહાકુંભની ભીડનો અનુભવ લઇ ભીડ વ્યવસ્થા સાથે રામલલ્લાના દર્શનની વ્યવસ્થા કરવા માટે સુવિધાજનક આયોજન કરવામાં આવી રહ્યું છે.

    આ સમય દરમિયાન બાંધકામના કામોની સમીક્ષા કરવામાં આવી રહી છે ત્યારે દર્શનાર્થે ભાવિકોને કોઈ પણ  પ્રકારની તકલીફ અને અગવડતા ન પડે તે માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે

    રામ મંદિર ટ્રસ્ટનાં ટ્રસ્ટી ડો.અનિલ મિશ્રાના જણાવ્યાં અનુસાર, ઉનાળાની ઋતુમાં રામનવમી દરમિયાન દર્શન માર્ગની ઉપરનાં સમગ્ર વિસ્તારને આવરી લેવા માટે છત્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મંદિર પરિસરની અંદર પ્રવેશ દ્વારથી દર્શન પથ સુધીનાં વિસ્તારને ઢાંકી દેવામાં આવશે જેનું નિર્માણ કામ એલ એન્ડ ટી અને પીએફસીને સોંપવામાં આવ્યું છે.

    છતના નિર્માણ માટે સામગ્રી એકત્રિત કરવાનું કામ શરૂ થઈ ગયું છે. છત લગભગ 600 મીટરની લંબાઈમાં બનાવવામાં આવશે. પીવાના શુદ્ધ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો માટે લોકરની સંખ્યા વધારવામાં આવી રહી છે. વીઆઈપી ગેટ નંબર 11 બંધ કરીને ગેટ નંબર 3થી શ્રદ્ધાળુઓને મોકલવામાં આવશે. તેની પાસે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

    રામ મંદિર પર હુમલો કરવાનાં ષડયંત્રને પગલે આ વર્ષે રામનવમીનો મેળો વહીવટી તંત્ર માટે પણ પડકારજનક છે. આગામી તા.14 માર્ચ 2025ના રોજ હોળીના તહેવારને સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ ચંદ્ર વિજયસિંહની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાગૃહમાં બેઠક યોજાઇ હતી.

    આ બેઠકમાં વહીવટી અને પોલીસ વિભાગ, વેપારી મંડળ, શાંતિ સમિતિ અને હોળીના તહેવારની ઉજવણી કરતી સમિતિઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અચાનક બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ડીએમ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકે સંવેદનશીલ સ્થળોને ચિહ્નિત કર્યા હતાં અને કડક સુરક્ષા વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. આગામી હોળી, રમઝાન અને નવરાત્રીના તહેવારો માટે કંટ્રોલ રૂમ તથા મહાનગરપાલિકા કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે.

    13 માર્ચનાં રોજ હોલિકા દહન પર્વ અને 14 માર્ચે હોળીના તહેવારની શાંતિપૂર્ણ રીતે પૂર્ણાહુતિ થાય તે માટે મુખ્યાલયની સાથે તહસીલો અને નગરોમાં સમિતિઓની બેઠકો યોજવાની સૂચના આપવામાં આવી છે.

    Ayodhya Ram temple Special vigilance terror conspiracy
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Uttar Pradesh: ભોજનમાં નમક ઓછું પડતાં પતિએ પત્નીને છત પરથી ફેંકી દીધી : મોત

    July 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Russiaએ યુક્રેનની રાજધાની કિવમાં અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો

    July 4, 2025
    અન્ય રાજ્યો

    હિન્દુ પક્ષકારોને ઝટકો,ઇદગાહ સંબંધિત મિલકતને વિવાદિત જાહેર કરવાનો કોર્ટે ઇનકાર કર્યો

    July 4, 2025
    રાષ્ટ્રીય

    China ભારતની તૈયારીઓનો લાઈવ ડેટા પાકિસ્તાનને લીક કરી રહ્યું હતું ; ડેપ્યુટી આર્મી ચીફ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Donald Trump છઠ્ઠી વખત વ્લાદિમીર પુતિન સાથે વાત કરી, યુક્રેન સાથેનું યુદ્ધ હજુ સમાપ્ત ન થઈ શકે

    July 4, 2025
    મુખ્ય સમાચાર

    Kheda ની રાઇસ મીલમાં વિકરાળ આગ,ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Uttar Pradesh: ભોજનમાં નમક ઓછું પડતાં પતિએ પત્નીને છત પરથી ફેંકી દીધી : મોત

    July 5, 2025

    હારનો ભય : Ben Stokes DRS અંગે અમ્પાયર પર ગુસ્સો કાઢ્યો!

    July 5, 2025

    Englandના 6 ખેલાડીઓ શૂન્યમાં આઉટ, બેની દોઢ સદી : ભારતની કુલ 244 રનની લીડ

    July 5, 2025

    5 જુલાઈનું રાશિફળ

    July 4, 2025

    5 જુલાઈનું પંચાંગ

    July 4, 2025

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Uttar Pradesh: ભોજનમાં નમક ઓછું પડતાં પતિએ પત્નીને છત પરથી ફેંકી દીધી : મોત

    July 5, 2025

    હારનો ભય : Ben Stokes DRS અંગે અમ્પાયર પર ગુસ્સો કાઢ્યો!

    July 5, 2025

    Englandના 6 ખેલાડીઓ શૂન્યમાં આઉટ, બેની દોઢ સદી : ભારતની કુલ 244 રનની લીડ

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.