Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rohan Bopanna એ ટેનિસથી નિવૃત્તિની જાહેરાત કરી

    November 1, 2025

    Women’s World Cup: જો ફાઇનલ મેચમાં વરસાદ પડે તો કઈ ટીમ બનશે ચેમ્પિયન

    November 1, 2025

    Gujarat government ના નવા પ્રભારી મંત્રીઓ જાહેર

    November 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rohan Bopanna એ ટેનિસથી નિવૃત્તિની જાહેરાત કરી
    • Women’s World Cup: જો ફાઇનલ મેચમાં વરસાદ પડે તો કઈ ટીમ બનશે ચેમ્પિયન
    • Gujarat government ના નવા પ્રભારી મંત્રીઓ જાહેર
    • Katrina Kaif ના પ્રાઈવેટ ફોટા લીક થઈ જતાં ચાહકો રોષથી રાતાચોળ
    • Ananya અને લક્ષ્યની મોડી પડેલી ચાંદ મેરા દિલનું શૂટિંગ પૂર્ણ
    • 89 વર્ષીય Dharmendra ની તબિયત લથડી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ
    • ટીવી અભિનેત્રી Nupur Alankar મોહ-માયા છોડીને સંન્યાસ લઈ લીધો છે
    • Zubin Garg ની છેલ્લી ફિલ્મ ‘રોઈ રોઈ બિનાલે’ રિલીઝ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»રાષ્ટ્રીય પ્રમુખ મુદ્દે RSS and BJP સામસામા! નડ્ડાને 40 દિવસનું એકસટેન્શન
    રાષ્ટ્રીય

    રાષ્ટ્રીય પ્રમુખ મુદ્દે RSS and BJP સામસામા! નડ્ડાને 40 દિવસનું એકસટેન્શન

    Vikram RavalBy Vikram RavalMarch 13, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.13
    લોકસભા ચૂંટણીમાં થોડી પીછેહઠ પરંતુ બાદમાં એક બાદ એક રાજયોની ધારાસભા ચૂંટણીઓમાં જબરી ફતેહ બાદ ભાજપે તેના રાષ્ટ્રીયથી પ્રાદેશિક સંગઠન માળખામાં ફેરફારથી શરૂ કરેલી પ્રક્રિયામાં અગાઉથી જ વિલંબમાં દોડી રહી હતી. રાષ્ટ્રીય તથા ગુજરાત સહિતના અનેક રાજયોના પ્રદેશ પ્રમુખો સહિતના સંગઠનની નવરચના ગાડી હવે વધુ મોડી પડશે.

    પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ નકકી કરવામાં અને સંગઠનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વધેલી ભૂમિકા વચ્ચે નવા રાષ્ટ્રીય પ્રમુખના નામ પર ભાજપ-સંઘ વચ્ચે કોઈ સંમતી ન થતા હવે વર્તમાન રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાને વધુ 40 દિવસનું એકસટેન્શન અપાયુ છે. શ્રી નડ્ડાનો કાર્યક્રમ જુલાઈ 2023માંજ પુરો થયો હતો પણ લોકસભા ચૂંટણીના કારણે તેમાં એક વર્ષનો વધારો કરાયો હતો અને ત્યારબાદ પણ શ્રી નડ્ડા એકસટેન્શન પર જ હતા.

    આવી જ સ્થિતિ ગુજરાતમાં સી.આર.પાટીલ સહિત અનેક રાજયોના પ્રદેશ પ્રમુખોની છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ભાજપે જે જે નામ આરએસએસ સમક્ષ રજુ કર્યા તે તમામ પર સંઘે ચોકડી મારી દીધી છે. વાસ્તવમાં જે.પી.નડ્ડાથી પણ સંઘ બહું સંતુષ્ટ ન હતો. તેમાં હવે તેનાથી પણ ઓછી ક્ષમતાવાળા ચહેરાને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં સંઘ જરાપણ મચક આપવા માંગતો હતો. આમ સંઘ-ભાજપ હવે લગભગ સામસામા આવી ગયા છે અને તેથી નવા અધ્યક્ષનું નામ હવે 20 એપ્રિલ કે તે બાદ જ નકકી થશે.

    સંઘ લાંબા સમયથી ભાજપની આંતરિક બાબતોથી દુર રહ્યો હતો પણ જે રીતે લોકસભા ચૂંટણીમાં ભાજપને ખુદની બહુમતી ન મળી તે પછી તેના માટે સંઘના શરણે જવા સિવાય કોઈ વિકલ્પ ન હતો અને સંઘ પણ પોતાની શરતે ભાજપને મદદ કરવા માંગે છે. ભાજપે હજુ તેના બંધારણ મુજબ અડધાથી વધુ રાજયામાં નવા પ્રદેશ પ્રમુખ સહિતના સંગઠનની રચના કરવાની છે.

    જેમાં ગુજરાતમાં ધુળેટી પછી ગમે ત્યારે નવા પ્રદેશ પ્રમુખ મળશે તેવી ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરએસએસ એ અનેક સલાહ આપી હતી પણ ભાજપે તે સ્વીકારી નથી. સંઘ માને છે કે હવે વધુ દબાણ લાવવું તે સંઘની મર્યાદા બહારની વાત છે. જે તે મર્યાદા છોડવા માંગતુ નથી.

    સંઘ પોતાની રીતે પોતાની જવાબદારી બજાવશે. સંઘ એવા ચહેરાને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે મુકવા મંગે છે જે તેના માટે ભરોસાપાત્ર હોય તે જરૂરી છે. નડ્ડાએ જે રીતે લોકસભા ચૂંટણી સમયે અમારે હવે સંઘની જરૂર નથી તે વિધાન સંઘના હૃદયમાં સોસરવા ઉતરી ગયા છે અને તેના પરિણામ ભાજપને મળી ગયા છે.

    આમ તે સમયથી જ સંઘ-ભાજપ વચ્ચે તિરાડ બની ગઈ હતી છતાં સંઘે વિશાળ હિતમાં રાજયોની ચૂંટણીમાં ભાજપને મદદ કરી હતી જે ભાજપ માટે મહત્વની પુરવાર થઈ છે. તા.21થી23 માર્ચ બેંગલુરુમાં સંઘની પ્રતિનિધિ સભાની મહત્વની બેઠક યોજાનારી છે. જેમાં એક વર્ષના લક્ષ્યાંક નિશ્ર્ચિત થાય છે. તેમાં નડ્ડાને હવે કઈ રીતે આવકારવા તે પણ પ્રશ્ન છે.

    આ બેઠકની લાઈમાં ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની પણ ચર્ચા થશે. સંઘ એવા જ વ્યક્તિને નવા રાષ્ટ્રીય પ્રમુખ જોવા માંગે છે જેનું બેકગ્રાઉન્ડ સંગઠનનું જ હોય તે જરૂરી છે અને સંગઠનને પણ તેમાં ભરોસો હોય તે પણ જરૂરી છે. જેમાં શિવરાજ ચૌહાણ અને મનોરલાલ ખટ્ટરના નામ છે પણ તેમાં કેટલા લોકપ્રિય છે તે પણ પ્રશ્ન છે તો વધુ એક ચર્ચા મહિલા પ્રમુખની છે જે રીતે ભાજપે એક બાદ એક ચુંટણીમાં મહિલાઓના મતો પર મોટો આધાર રાખીને વિજય મેળવશે તેથી 2029માં તે મહત્વની ભૂમિકા ભજવશે.

    ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અંગે સંઘ દ્વારા જે રીતે પોતાની પસંદગીના વ્યક્તિને નિયુક્ત કરવાનું જોર લગાવાઈ રહ્યું છે તેની પાછળ લોકસભા ચૂંટણીમાં ભાજપને જે રીતે પછડાટ મળી અથવા તો કહો કે ખુદ પક્ષ તેની બહુમતી ન મેળવી શકયો તેની પાછળ આરએસએસની નિષ્ક્રીયતાને પણ એક કારણ ગણાવાઈ રહ્યું છે.

    સૂત્રોના જણાવ્યા મુજબ ત્યારબાદ હરિયાણાથી મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી ભાજપે જે વિજય મેળવ્યો તેની પાછળ સંઘની સક્રીયતાને યશ અપાય છે પણ ભાજપના સૂત્રોએ તે અંગે સ્પષ્ટ કહ્યું કે હરિયાણામાં અમીત શાહ અને તેની ટીમ સતત ત્રણ મહિના જમીન પર રહી હતી. મહારાષ્ટ્રમાં પણ આ જ ટીમે કામ કર્યુ હતું અને તેથી મીડીયા જે એવી વાત ચગાવાઈ રહી છે કે સંઘના કારણે ભાજપને વિધાનસભા ચૂંટણીમાં વિજય મળ્યો છે તે અર્ધસત્ય છે.

    ચોકકસપણે સંઘની ભૂમિકા રહી છે તેનાથી ભાજપની ભૂમિકા ઘટી જતી નથી. સંઘ અને ભાજપ સાથે મળીને કામ કરે તો જ વિજય શકય છે. ફકત અમીત શાહ કે ફકત સંઘ પોતાની રીતે આ જાદુ કરી શકે નહી. જયાં સુધી એકસટેન્શનની વાત છે ત્યાં સુધી તેઓ 2023થી એકસટેન્શનમાં છે. તેમના એકસટેન્શનને ધાર્મિક કનેકશન હોવાનું માનવામાં આવે છે.

    જો કે હોળાષ્ટક પુરા થઈ ગયા છે પરંતુ 14 માર્ચથી 14 એપ્રિલ સુધી ખરમાશ રહે છે એટલે કે હોળાષ્ટક અને ખરમાશમાં કોઈ શુભકાર્યની શરુઆત થતી નથી. ખરમાશ એ હિન્દુઓ માટે બહુ મહત્વનું છે તેઓ દાવો કરતા ભાજપના સૂત્રોએ કહ્યું કે આ સમયમાં લગ્ન, સગાઈ, નવુ મકાન ખરીદવા કે અન્ય મોટી ખરીદી ટાળવામાં આવે છે.

    extension Nadda gets 40-day national president RSS and BJP
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat government ના નવા પ્રભારી મંત્રીઓ જાહેર

    November 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    ટેરિફ વિરોધી જાહેરાત બદલ ટ્રમ્પની માફી માંગતા કેનેડાના પ્રમુખ

    November 1, 2025
    રાષ્ટ્રીય

    2013 બાદ દેશમાં કોઈ મોટો આતંકી હુમલો થયો નથી : Ajit Doval

    November 1, 2025
    રાષ્ટ્રીય

    FASTag માટે હવે માત્ર વાહનનો એક ફોટો જ પુરતો

    November 1, 2025
    આંતરરાષ્ટ્રીય

    Britain માં ભારતના શાહી વારસાએ રેકોર્ડ સર્જયા: ટિપુ સુલતાનની બે પિસ્તોલ 12 કરોડમાં વેચાઈ

    November 1, 2025
    રાષ્ટ્રીય

    પ્રેમ – વાસના વચ્ચે ફર્ક કરાયો : `ન્યાય’ના હિતમાં કાનૂન ઝૂકી શકે છે : Supreme Court

    November 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rohan Bopanna એ ટેનિસથી નિવૃત્તિની જાહેરાત કરી

    November 1, 2025

    Women’s World Cup: જો ફાઇનલ મેચમાં વરસાદ પડે તો કઈ ટીમ બનશે ચેમ્પિયન

    November 1, 2025

    Gujarat government ના નવા પ્રભારી મંત્રીઓ જાહેર

    November 1, 2025

    Katrina Kaif ના પ્રાઈવેટ ફોટા લીક થઈ જતાં ચાહકો રોષથી રાતાચોળ

    November 1, 2025

    Ananya અને લક્ષ્યની મોડી પડેલી ચાંદ મેરા દિલનું શૂટિંગ પૂર્ણ

    November 1, 2025

    89 વર્ષીય Dharmendra ની તબિયત લથડી, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ

    November 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rohan Bopanna એ ટેનિસથી નિવૃત્તિની જાહેરાત કરી

    November 1, 2025

    Women’s World Cup: જો ફાઇનલ મેચમાં વરસાદ પડે તો કઈ ટીમ બનશે ચેમ્પિયન

    November 1, 2025

    Gujarat government ના નવા પ્રભારી મંત્રીઓ જાહેર

    November 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.