Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 ઓગસ્ટ નું પંચાંગ
    • 27 ઓગસ્ટ નું રાશિફળ
    • Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે
    • તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો
    • Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી
    • Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં
    • Dubai ની ઇન્ડિગો ફ્લાઇટના ટોઇલેટમાંથી ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળ્યું
    • America માં વિરોધ બાદ વોશિંગ્ટન-શિકાગો પર નેશનલ ગાડ્‌ર્સનું નિયંત્રણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૮.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૪૬૮ સામે ૭૯૪૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૭૯૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૮૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૮૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૩૬૬ સામે ૨૪૨૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૧૧૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૧૨૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ભારતીય શેરબજારે ગઈકાલે બુધવારે આકર્ષક રિકવરી નોંધાવ્યા બાદ આજે ફરી ગુરુવારે ઘટાળો જોવા મળીયો હતો.વોલિટિલિટીમાં વધારાની સાથે સેન્સેક્સ ફ્લેટ ખૂલ્યા બાદ તૂટ્યો હતો.જો કે, નિફ્ટીએ નેગેટિવ માહોલ વચ્ચે ૨૪૦૦૦નું લેવલ જાળવી નાખ્યું છે. બીજી બાજુ ગઈકાલે રૂપિયો પણ ડોલર સામે ઓલટાઈમ હાઈ લેવલે બંધ રહ્યો હતો. ફુગાવામાં વૃદ્ધિ તેમજ ટકાઉ ગ્રોથ માટે ભાવની સ્થિરતા અત્યંત જરૂરી છે. વૈશ્વિક સ્તરે પડકારોને ધ્યાનમાં રાખતાં હાલ વ્યાજના દરોને યથાવત રાખવા નિર્ણય લેવાયો છે. પોલિસીની જાહેરાત થતાં બોન્ડ યીલ્ડમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ, નિફટીમાં અસાધારણ વોલેટીલિટીના અંતે  નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની સતત વેચવાલીના દબાણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં ઘટાળો જોવા મળીયો હતો.

    સેન્સેક્સ ૫૮૧ પોઈન્ટના ઘટાળા સાથે ૭૮૮૮૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૨૪૬ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૧૨૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૫૦ પોઈન્ટના ઘટાળા સાથે ૫૦૧૯૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.ગુરુવારે નિફ્ટી આઈટી, નિફ્ટી મેટલ, નિફ્ટી એનર્જી અને નિફ્ટી રિયલ્ટી જેવા સૌથી મોટા સેક્ટરલ ઈન્ડાઈસિસ ભારે નુકસાન સાથે બંધ થયા હતા. તે જ સમયે, બેંક નિફ્ટી, નિફ્ટી ફાર્મા, નિફ્ટી પ્રાઇવેટ બેંક લીલા નિશાનમાં બંધ થયા છે.

    ટોપ ગેનર્સમાં એચડીએફસી બેન્ક,ટોરેન્ટ ફાર્મા,લ્યુપીન,કોલ્પાલ,એસબીઆઈ લાઈફ,ભારત ફોર્જ,ભારતી ઐરટેલ,ટાટા મોટર્સ અને આઈટીસી જેવા શેરો ઉછાળા સાથે બંધ થયા છે.

    આજના ટોપ લુઝર્સમાં ઈન્ડીગો,લાર્સેન,ગ્રાસીમ,કોટક મહિન્દ્રા બેન્ક,ટીવીએસ મોટર્સ,રિલાયન્સ,ટીસીએસ,સન ફાર્મા,અદાણી પોર્ટસ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ઈન્ફોસીસ,વોલ્ટાસ,એક્સીસ બેન્ક,ટેક મહિન્દ્રા,ડીએલએફ,સન ટીવી જેવા શેરોમાં ઘટાડો નોંધાયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૮૩ અને વધનારની સંખ્યા ૧૮૨૯ રહી હતી,  ૧૦૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો,રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ ફરી એકવાર વ્યાજદરમાં વધારો નહીં કરવાનો નિર્ણય લેતાં ૬.૫% ના દરે વ્યાજદર યથાવત્ રાખ્યા છે. દેશમાં વધતી મોંઘવારીને જોતાં આરબીઆઈએ તેની ઓગસ્ટની નાણાકીય સમીક્ષા દરમિયાન રેપો રેટને પહેલાના સ્તર એટલે કે ૬.૫% ના દરે યથવાત્ રાખવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ સતત નવમી વખત છે જ્યારે મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટને યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લે રેપો રેટમાં ફેબ્રુઆરી ૨૦૨૩માં ફેરફાર કરાયા હતા. ગત ૨૫વર્ષમાં આ બીજી વખત છે જ્યારે કેન્દ્રીય બેન્કે આટલા લાંબા સમય સુધી રેપો રેટમાં કોઈ ચેન્જ કર્યા નથી.આરબીઆઈ દ્વારા વ્યાજદરો યથાવત્ત રાખવામાં આવતાં બેન્ક એફડીમાં વ્યાજ વધવાની અપેક્ષા જોવા મળી નથી. હોમ લોન ધારકોના ઈએમઆઈ પર કોઈ વધારો થશે નહીં.મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ યથાવત છે. તેમજ પડોશી દેશમાં પણ બળવોની અસર મહ્દ અંશે જોવા મળી શકે છે. બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે વૈશ્વિક બજારોની ઉથલપાથલ અને કોર્પોરેટ પરિણામો, ચોમાસાની પ્રગતિ વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.

    તા.૦૯.૦૮.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૮.૦૮.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૧૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૦૮૮ પોઈન્ટ થી ૨૪૦૦૮ પોઈન્ટ, ૨૩૯૩૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૦૮.૦૮.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૧૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૫૦૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૦૦૫ પોઈન્ટ થી ૪૯૮૮૦ પોઈન્ટ,૪૯૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૨૬૮૮ ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૦૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૭૦૭ થી રૂ.૨૭૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • મુથૂટ ફાઈનાન્સ ( ૧૮૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૧૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૬૪ થી રૂ.૧૮૭૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઈન્ફોસીસ ( ૧૭૪૩ ) :- રૂ.૧૭૧૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૦૭ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૫૭ થી રૂ.૧૭૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૬૪૫ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૭ થી રૂ.૧૬૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • બાટા ઇન્ડિયા ( ૧૪૫૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૪૨૪ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફૂટવેર સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • હિન્દુસ્તાન યુનીલીવર ( ૨૭૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ડાયવર્સીફાય એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૭૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૭૨૭ થી રૂ.૨૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૭૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ઓબેરોઈ રીયાલીટી ( ૧૭૪૯ ) :- રૂ.૧૭૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૪૨૬ ) :- હોઉસહોલ્ડ એપ્લાયન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • એક્સીસ બેન્ક ( ૧૧૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૫૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૨૪ થી રૂ.૧૧૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૮૮૪ ) :- રૂ.૯૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૧૯ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૮૭૦ થી રૂ.૮૪૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

     

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025

    તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો

    August 26, 2025

    Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી

    August 26, 2025

    Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં

    August 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.