Mumbai,તા.18
Stock Marketમાં ઘણા વખતથી ચાલતી મંદીમાં આજે સતત બીજા દિવસે રાહત હોય તેમ Sensexમાં 900 પોઈન્ટથી અધિકનો ઉછાળો નોંધાયો હતો અને ઈન્વેસ્ટરોની સંપતિમાં 4.50 લાખ કરોડનો વધારો થયો હતો. 14 ટ્રેડીંગ સેશન બાદ Sensex ફરી 75000ન સપાટી પાછી મેળવી શકતો હતો.
Stock Marketમાં આજે માનસ સુધારાનુ હતું. શરૂઆત જ ગેપઅપ હતી. હેવીવેઈટ સહિત તમામ શેરોમાં ખરીદીનો દોર આવતા તેજી આગળ દોડવા લાગી હતી. વિશ્વબજારની તેજીની પોઝીટીવ અસર હતી. સીધા કરવેરાની વસુલાતમાં વધારા સહિતના અર્થતંત્રના આંકડા પોઝીટીવ આવતા તેજીને ટેકો મળ્યો હતો.
લોકલ ફંડોની ધૂમ લેવાલ પણ ટેકારૂપ હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અમેરિકા ટ્રેડ-ટેરિફ વોરની દહેશત ઉભી જ હોવા છતાં વિશ્વસ્તરે તેનો ગભરાટ હળવો થતા સ્થાનિકમાં પણ તેજી થઈ હતી. ઈઝરાયેલના હુમલાથી ગાઝા યુદ્ધ વકરવાની આશંકા વ્યક્ત થવા છતાં તે કારણ ડીસ્કાઉન્ટ થયુ હતું.
Stock Marketમાં આજે મોટાભાગના શેરોમાં ઉછાળો હતો. એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, લાર્સન, મહીન્દ્ર, મારૂતી, એનટીપીસી, પાવરગ્રીડ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ, અદાણી પોર્ટ, શ્રીરામ ફાઈનાન્સ, હિન્દાલ્કો ઉંચકાયા હતા. ભારતી એરટેલ, રીલાયન્સ, ટેક મહીન્દ્ર જેવા શેરોમાં ઘટાડો હતો.
Mumbai Stock Marketનો સેન્સીટીવ Index ઈન્ટ્રા-ડે 1000 પોઈન્ટ ઉંચકાયો હતો. ઉંચામાં 75171 તથા નીચામાં 74480 થઈને 945 પોઈન્ટના ઉછાળાથી 75105 સાંપડયો હતો.
National Stock Exchangeનો Nifty 282 પોઈન્ટ ઉંચકાઈને 22791 હતો તે ઉંચામાં 22798 તથા નીચામાં 22599 હતો. BSEનું માર્કેટ કેપ અંદાજીત પાંચ લાખ કરોડ વધીને 397 લાખ કરોડને વટાવી ગયુ