Girgadhda તા ૧૯
ઊના તાલુકા ના દેલવાડા ગામે જન્મેલા અને ઊના શહેર માં દેલવાડા રોડ ઉપર મહોબત બાગ જતા રોડ ઉપર આવેલ આરોગ્ય મંદિર મા છેલ્લા ૩૫ થી વધુ વરસો થી આર્યુવેદ પધ્ધતિ થી અસાધ્ય બીમારી ની સારવાર કરતાં એમ.ડી. આર્યુવેદિક ગોલ્ડ મેડાલીસ્ટ ડિગ્રી પ્રાપ્ત કરેલ સરળ અને મૃદુ ભાષી જેનું નામ સમગ્ર ગુજરાત મા આર્યુવેદ જગત મા જાણીતું છે તે વૈધ પાંચાભાઈ વરજાંગભાઈ દમણિયા નું તાજેતર માં અમદાવાદ મુકામે યોજાયેલ ગુજરાત બોર્ડ ઓફ આર્યુવેદિક એન્ડ યૂનાની સિસ્ટમ મેડીસીન દવારા યોજાયેલ વંદે આયુકોન 2025 સમારોહ મા ગુજરાત રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કેન્દ્ર ના આયુષ મંત્રાલય ના સચિવ રાજેશ કોટેચા ની હાજરી માં શ્રેષ્ઠ આર્યુવેદ ચિકત્સક તરીકે વૈધ પાંચાભાઈ દમણિયા નું ચિકિત્સા વિસારદ ના એવોર્ડ થી સન્માન કરી શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વૈધ પાંચાભાઈ નું 2023માં રાષ્ટ્રીય ધન્વન્તરિ પુરસ્કાર થી તેમજ સોમનાથ મુકામે યોજાયેલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દવારા ડી.લીટ ની પદવી આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ભારત ભર ના જુદા જુદા રાજ્યો મા અનેક વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું વિવિધ એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું છે.
વૈધ પાંચાભાઈ દમણિયા પોતે આરોગ્ય મંદિર ની ઉપર દર માસ ના પ્રથમ ત્રણ દિવસ વહેલી સવારે વિના મૂલ્યે યોગ શિબિર યોજે છે. તેમજ દર રવિવારે સવારે સાત વાગે યોગ મંદિર મા ધનવંતરી યજ્ઞ યોજાય છે. તેમજ તેમણે એક નંદિની ગૌશાળા માં વીસ થી વધુ ગીર ગાય નું પાલન કરી તેમના દૂધ ઘી, અને ગૌ મૂત્ર અને ગોબર નું આર્યુવેદ દવા મા ઉપીયોગ કરે છે તે દર અઠવાડિયા મા ચાર દિવસ સુર્યદય થી સૂર્યાસ્ત સુધી લોકો ની ચિકીતશા કરે છે તેમજ દર મંગળ વારે કેન્સર ના રોગ ના દર્દીઓ ને તપાસી સારવાર આપે છે. તેમણે એડ્સ ઉપર સારવાર નું પુસ્તક પણ લખેલ છે. આમ ઊના નું રતન સમાં વૈધ પાંચાભાઈ દમણિયા એ ઊના અને ગુજરાત નું ગૌરવ વધાર્યું છે.