Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court

    August 27, 2025

    Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

    August 27, 2025

    America ને ચીન મેગ્નેટ નહીં આપે તો ૨૦૦% ટેરિફ લાગશે

    August 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court
    • Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ
    • America ને ચીન મેગ્નેટ નહીં આપે તો ૨૦૦% ટેરિફ લાગશે
    • USમાં પરચૂરણ વસ્તુઓને ટેરિફની રાહત શુક્રવારથી બંધ થશે
    • Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા
    • અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી
    • Jammu and Kashmir માં વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલનમાં ૩૦ લોકોના મોત
    • દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty futures ૨૩૦૮૮ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!
    વ્યાપાર

    Nifty futures ૨૩૦૮૮ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalMarch 19, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૩.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૩૦૧ સામે ૭૫૪૭૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૫૨૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૫૪૪૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૮૯૫ સામે ૨૨૯૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૮૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૯૭૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો અને વૈશ્વિક શેરબજારો ઉછળા તરફી નોંધાતા છેલ્લા પાંચ મહિનામાં શેરોમાં સતત મોટા ધોવાણ બાદ હવે ઓવરસોલ્ડ પોઝિશન સાથે વેલ્યુએશન ખર્ચાળમાંથી પોઝિટીવ બનવા લાગ્યું હોવા સાથે નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના અંત પૂર્વે ફંડો દ્વારા શેરોમાં મોટાપાયે ખરીદી કરતાં અને ફોરેન ફંડો – વિદેશી સંસ્થાકીય રોકાણકારો ઘણા દિવસો બાદ શેરોમાં નેટ ખરીદદાર બન્યા સાથે લોકલ ફંડોની શેરોમાં સતત ખરીદી થતાં આજે ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

    વૈશ્વિક સ્તરે એક તરફ ટ્રમ્પની આકરી ટેરિફ નીતિ સામે વિશ્વ એક બનતાં ટ્રમ્પ નરમ પડયાના સંકેત અને બીજી તરફ ફરી ઈઝરાયેલના હમાસ પર હુમલા અને રશીયા પણ યુક્રેન સાથે યુદ્વ અંત માટે આકરી શરતો વચ્ચે ટ્રમ્પ-પુતિન વચ્ચે વટાઘાટ પર નજર સાથે ચાઈનાના સ્ટીમ્યુલસ પેકેજના સંકેત તેમજ વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ઈઝરાયલ દ્વારા ગાઝામાં હુમલા વચ્ચે રેડસી વિસ્તારોમાં તણાવ વધતાં ઉપરાંત બોન્ડ યીલ્ડમાં પીછેહટના પગલે ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી, આઈટી, એફએમસીજી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૩૩ અને વધનારની સંખ્યા ૩૦૧૮ રહી હતી, ૧૧૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા સ્ટીલ ૨.૫૨%, ઝોમેટો ૨.૩૪%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૨.૨૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૦૧%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૫૬%, લાર્સેન લી. ૧.૪૬%, અદાણી પોર્ટ ૧.૨૩%, એનટીપીસી લી. ૧.૧૩% અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૦૯% વધ્યા હતા, જયારે ટેક મહિન્દ્ર ૨.૪૩%, ટીસીએસ લી. ૧.૫૬%, આઈટીસી લી. ૧.૫૫%, ઇન્ફોસિસ લી. ૧.૩૮%, મારુતિ સુઝુકી ૦.૯૮%, એચસીએલ ટેકનોલોજી ૦.૯૬%, સન ફાર્મા ૦.૮૭%, નેસ્લે ઇન્ડિયા ૦.૮૦% અને કોટક બેન્ક ૦.૬૫% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, સેકન્ડરી બજારની મંદીને પરિણામે રિટેલ રોકાણકારોનો પ્રાઈમરી માકેટમાંથી પણ રસ ઉડી રહ્યાનું જોવા મળી રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં દેશની આઈપીઓ બજારે જોરદાર રેકોર્ડસ દર્શાવ્યા બાદ વર્તમાન વર્ષના પ્રથમ બે મહિનામાં પ્રાઈમરી માર્કેટમાં પ્રવૃત્તિ એકદમ ધીમી પડી ગયાનું જોવા મળ્યું છે. વર્ષ ૨૦૨૪માં ૧૫૭ જેટલી કંપનીઓના જાહેર ભરણાં જોવા મળ્યા હતા અને સેકન્ડરી બજારમાં રેલીને કારણે અસંખ્ય કંપનીઓને લિસ્ટિંગમાં સારા લાભ જોવા મળ્યા હતા, જો કે હવે જાહેર ભરણાંની સંખ્યામાં ઘટાડો થવા ઉપરાંત નવા ડ્રાફટ પેપર્સ ફાઈલિંગની સંખ્યા પણ ઘટી ગયાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.

    જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં ડ્રાફ્ટ ફાઈલિંગ્સના મૂલ્યમાં ૫૦%થી વધુનો ઘટાડો થયો છે. વર્તમાન વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં મેઈનબોર્ડ આઈપીઓની સંખ્યા નવ જ જોવા મળી હતી જે ગયા વર્ષના આ ગાળામાં ૧૬ રહી હતી. જોકે એસએમઈ સેગમેન્ટમાં પ્રવૃત્તિ મજબૂત જળવાઈ રહી છે. એક અંદાજ પ્રમાણે ચાલું કેલેન્ડર વર્ષમાં રૂ.૧.૧૦ ટ્રિલિયન સાથેના ૬૯ જેટલી કંપનીઓએ ભરણાં માટે પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ હવે સેકન્ડરી બજારની સ્થિતિ બદલાઈ ગઈ છે, ત્યારે આ સૂચિત કંપનીઓમાંથી કેટલી કંપનીઓ ભરણાંમાં આગળ વધે છે તે જોવાનું રહેશે.

    તા.૨૦.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૧૯.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૯૭૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૩૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૮૮૦ પોઈન્ટ થી ૨૨૮૩૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૧૯.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૯૮૦૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૯૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૪૯૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૯૯૭૯ પોઈન્ટ થી ૫૦૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૨૭૯૪ ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૭૦૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૮૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૧૩ થી રૂ.૨૮૨૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૮૩૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૪૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૪૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૨૪૮૮ થી રૂ.૨૫૦૩ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૭૫૦ ) :- રૂ.૧૭૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૦૭ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૬૩ થી રૂ.૧૭૭૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૬૪ ) :- ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • મહાનગર ગેસ ( ૧૩૩૮ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૮૮ સ્ટોપલોસ આસપાસ LPG/CNG/PNG/LNG સપ્લાયર સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૬૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૧૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૧૭૩ આસપાસ વેચવાલી થકી રૂ.૨૦૮૮ થી રૂ.૨૦૭૩ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૧૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ભારતી એરટેલ ( ૧૬૩૯ ) :- રૂ.૧૬૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૮૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૬૧૬ થી રૂ.૧૬૦૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૮૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ઓબેરોય રિયલ્ટી ( ૧૬૧૯ ) :- રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૫૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૯૦ થી રૂ.૧૫૭૩ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એચસીએલ ટેક્નોલોજી ( ૧૫૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૧૭ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!
    • સિપ્લા લિ. ( ૧૫૦૩ ) :- રૂ.૧૫૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૪૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty futures
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રૂના ભાવ 4 ટકા તૂટયા : હવે ટેકાના ભાવે ‘અમર્યાદિત’ ખરીદી કરાશે

    August 26, 2025
    રાષ્ટ્રીય

    ખાદ્ય – ટેક્સટાઈલ ઉત્પાદનો 5%ના નીચા GST સ્લેબમાં જશે

    August 26, 2025
    વ્યાપાર

    Stock market 600 પોઈન્ટ – રૂપિયો 15 પૈસા તૂટયા : સોના-ચાંદીમાં તેજી

    August 26, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    August 25, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    August 25, 2025
    મુખ્ય સમાચાર

    એક્સપર્ટના: Silver ના ભાવ ટૂંક સમયમાં 2 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે

    August 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court

    August 27, 2025

    Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

    August 27, 2025

    America ને ચીન મેગ્નેટ નહીં આપે તો ૨૦૦% ટેરિફ લાગશે

    August 27, 2025

    USમાં પરચૂરણ વસ્તુઓને ટેરિફની રાહત શુક્રવારથી બંધ થશે

    August 27, 2025

    Donald Trump ને મગજની ગંભીર બીમારીના લક્ષણો જણાયા

    August 27, 2025

    અડધી રાતે Mumbai ના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી

    August 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આઉટસોર્સિંગથી ભરતી કરી સરકાર કર્મચારીઓનું શોષણ ના કરી શકેઃ Supreme Court

    August 27, 2025

    Bombay HC માં જજ માટે CJIના ભત્રીજાના નામની ભલામણ કરાઈ

    August 27, 2025

    America ને ચીન મેગ્નેટ નહીં આપે તો ૨૦૦% ટેરિફ લાગશે

    August 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.