Kotdasanganiતા.20
કોટડાસાંગાણી માં ગુજરાત સરકાર સંચાલિત ઠાકોરશ્રી મુળવાજી વિનયન કોલેજ દ્વારા ‘માઇન્ડ યોર સેલ્ફ’ કાર્યક્રમ યોજાયો. કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રયત્ને વિદ્યાર્થીઓ જીવનમાં ચિંતામુક્ત, તણાવમુક્ત બને તે માટે રવિશંકરના આર્ટ ઓફ લિવિંગના અનુયાયી નિવેદિતા યોગેશ રાવલનું વ્યાખ્યાન યોજાયું. તેમણે વ્યાખ્યાનમાં યોગ, પ્રાણાયામ અને ધ્યાનનું જીવનમાં મહત્વ સમજાવીને ઉપસ્થિત સૌને પ્રાણાયમ અને ધ્યાન કરાવ્યું.
વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ પ્રશ્નોતરી થકી વ્યાખ્યાનને જીવંત બનાવ્યું.કોલેજના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમનું સંચાલન ડો.વીણા બંસલ દ્વારા અને સંયોજન ડો.રિધમ વાગડીયા દ્વારા થયું.