Botad, તા.20
તા.18 ના રોજ ગુજરાત પ્રજાપતી ભાજપ વિચાર ધારા સૌરાષ્ટ્ર ઝોનની સામાન્ય મીટિંગ યોજાય હતી.જેમા ગત નગરપાલીકા મધ્યસ્થ ચુટણી મા વિજય થયેલ પ્રજાપતી સમાજ ઉમેદવાર અને બોટાદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ધર્મિષ્ઠાબેન પ્રજાપતિ ને સાલ તથા ફુલહારથી અને કોર્પોરેટ વૈશાલી બેન પ્રજાપતિ અને કિશોરભાઈ પ્રજાપતિ ને ફુલહાર થી સન્માનિત ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા હોદ્દેદારો વતિ સન્માનિત કરવામા આવ્યા હતા.
આ કાર્યક્રમ મા. ગુજરાત પ્રજાપતી ભાજપ વિચારધારા ના પ્રદેશ ઉપાધ્યાયક્ષ અને સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી ગીરીશભાઈ અમેથીયા જામનગર થી ખાસ ઉપસ્થિત રહી આવનાર સમય મા પ્રજાપતિ સમાજ ના યુવાનો નુ રાજકીય ધડતર થાય અને રાજકીય રિતે પ્રજાપતિ સમાજ વધુ મા વધુ મજબુત કઈ રિતે થાય તે અંગેની ચર્ચા કરી હતી. વિધાન સભા ચુંટણી ની તૈયારી કરવા તમામ હોદ્દેદારો ને હાકલ કરવામા આવી હતી.
આ કાર્યક્રમ મા બોટાદ ગુર્જર પ્રજાપતિ સમાજ ના પ્રમુખ મગનલાલ પરમાર અનેગુજરાત પ્રજાપતી ભાજપ વિચાર ધારા ના હોદ્દેદારો રાજેશભાઇ માથુકીયા, જયેશભાઈ પ્રજાપતી, નિલેશભાઈ ભાવળીયા, સંજયભાઈ પ્રજાપતી, ચડોતરા સુમીતભાઈ, ભોટાણીયા ઉપેન્દ્રભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.