Morbi,તા.20
મોરબી તાલુકાના અદેપર ગામ નજીકથી અડધી દાટેલી હાલતમાં એક બાળક મળી આવ્યું છે જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી બાળકીને સારવાર માટે ખસેડાઈ હતી અને બાળકનો જીવ બચી જવા પામ્યો છે
નવાગામથી અદેપર જતા રોડ પર ગામની સીમમાં આવેલ લક્ષદીપ પ્રિન્ટ પેક કારખાના નજીક માટીના ઢગલા નીચે દાટેલી હાલતમાં બાળક મળી આવ્યું હતું ફેક્ટરી નજીક સાંજના સુમારે બાળકના રોવાનો અવાજ આવતા પસાર થતા લોકોએ તપાસ કરી હતી અને માટીમાં અડધી દાટેલી હાલતમાં બાળક મળી આવ્યું હતું જેથી તુરંત ૧૦૮ ને ફોન કરી સારવાર માટે ખસેડાયું હતું બાળક હાલ જીવિત છે અને સમયસર સારવાર મળી જતા બાળકનો જીવ બચી જવા પામ્યો છે બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી બાળકના વાલીને શોધવા કવાયત હાથ ધરી છે બાળકને માટીમાં દાટેલી હાલતમાં છોડી જનારને ઝડપી લેવા અને કાયદેસર કાર્યવાહી કરવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

