Morbi,તા.20
પીપળી ગામે બાઈક રીપેરીંગ કરાવ્યું હતું જેના બાકી રૂપિયા મામલે ત્રણ ઇસમોએ ઉઘરાણી કરી આધેડને માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના પીપળી ગામે માનસધામ સોસાયટીમાં રહેતા પ્રવીણ દેવશી ટુંડિયાએ આરોપીઓ લાલાભાઈ મેવાળા, રાકેશ આહીર અને રાજકુમાર એમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીએ આરોપી લાલાભાઈના પાવડીયારી પાસે આવેલ બજરંગ ગેરેજમાં બાઈક રીપેરીંગ કરાવ્યું હતું જેના ૧૦ હજાર થયા હતા અને રૂપિયા ૩૦૦૦ આપ્યા હતા બાકીના ૭૦૦૦ રૂપિયા સગવડ ના હોવાથી આપી શક્યા ના હતા જેથી અવારનવાર ઉઘરાણી કરી તા. ૧૬ માર્ચના રોજ ત્રણેય આરોપીઓ ઘર પાસે આવી બહાર બોલાવી રૂપિયાની માંગણી કરી હતી અને બે દિવસ પછી આપવાનું કહેતા ગાળો બોલવા લાગ્યા હતા અને માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે