Morbi,તા.22
ચાર અજાણ્યા સહીત છ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
બેલા ગામની સીમમાં આવેલ સ્પાની ઓફિસમાં ચાર અજાણ્યા સહીત છ ઇસમોએ બોલાચાલી કરી લાકડી વડે મહિલા સ્પા સંચાલકને મારવાની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં નેક્ષા સ્પાના સંચાલક આઈસાબેન અનીસ ખાન (ઉ.વ.૩૫) વાળાએ આરોપીઓ મેહુલ ઠાકરશી માકાસણા, મેહુલ જયેશ આચાર્ય રહે બંને બેલા ગામ અને ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી મેહુલ માકાસણા બેલા ગામની સીમમાં આવેલ નેક્ષા સ્પાની ઓફિસમાં એકદમ આવી દરવાજો ભટકાડયો હતો જેથી આઈસાબેને ના પાડતા તે બાબતનો ખાર રાખી લાફા મારી અન્ય આરોપીઓએ ગાળો આપી લાકડી વડે મારવાની કોશિશ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે મહિલા સંચાલકની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ ચલાવી છે