Morbi,તા.22
મોરબી જીલ્લામાં ગૌરક્ષકોની ટીમ ગેરકાયદે પશુની હેરાફેરી કરનાર અને અબોલ જીવોને કતલખાને ધકેલતા ઈસમો વિરુદ્ધ સતત એલર્ટ જોવા મળી રહી છે ગત રાત્રીના માળિયા નજીકથી ૩૦ ભેંસ ભરેલ આઈસર ટ્રક ઝડપી લઈને ગૌરક્ષકોની ટીમે અબોલ જીવોને છોડાવ્યા હતા અને મુદામાલ પોલીસ મથકને સોપતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી, રાજકોટ, વિરમગામ, કચ્છ, લીંબડી અને ચોટીલા ગૌરક્ષકોની ટીમે બાતમીને આધારે વોચ ગોઠવી હતી કચ્છ તરફથી એક આઈસરમાં અબોલ જીવો ભરીને કત્લ કરવાના ઈરાદે માળિયા થઈને રાજકોટ જવાના હોવાથી ગૌરક્ષકોની ટીમે માળિયા પાસે વોચ રાખી હતી અને આઈસર જીજે ૧૩ એડબલ્યુ ૭૮૮૩ ને રોકી ચેક કરતા ૩૦ ભેંસ મળી આવી હતી આઈસરમાં અબોલ જીવોને ટૂંકા દોરડાથી ખીચોખીચ ભરી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વિના હેરાફેરી કરતા મળી આવ્યા હતા જેથી વાહન અને અબોલ જીવ સહિતનો મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે